ટ્વીટર હવે X છે. X.com ઓપન કરવા પર તમે ટ્વીટર પર પહોંચી જશે. ટ્વીટરે લોગો બદલી નાખ્યો છે. હવે ચકલીની જગ્યા પર X જોવા મળશે. હવે તમે ટ્વીટ નહીં કદાજ Xweet કરશો… હકીકતે ટ્વીટરના માલિક Elon Muskએ Twitter બ્રાંડને ખતમ કરવાની પુરી તૈયારી કરી લીધી છે અને આ માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મની નવી ઈનિંગ શરૂ થઈ ચુકી છે. ટ્વીટરના લોગો અને નામની સાથે હવે નવું URL પણ આવી ગઈ છે. પણ આ બધા પાછળ હેતુ શું છે? આવો જાણીએ…
X લાવવા પાછળ એલન મસ્કનો એક મોટો પ્લાન છે એટલે કે આ પ્લેટફોર્મથી તેમને વધારેમાં વધારે રેવેન્યૂ જનરેટ કરવી છે.
ટ્વીટરે પહેલા જ જણાવ્યો હતો પ્લાન
ટ્વીટરને ખરીદતી વખતે જ મસ્કે પોતોન પ્લાન ક્લિયર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે ટ્વીટરને ખરીદવું Xની શરૂઆત માટે એક મોટુ પગલું સાબિત થશે.
ટ્વીટર ઘણા સમયથી નુકસાનમાં રહી રહ્યું છે અને એલોન મસ્કે તેને ઘણા પૈસા આપીને ખરીદ્યું છે. માટે તે ઈચ્છશે કે પૈસા પણ ખૂબ કમાય, પરંતુ આ તેમને ખબર છે કે ફક્ત ટ્વીટરથી આ કામ ન થઈ શકે. માટે તેમણે પોતાની સ્ટ્રેટેજીના અનુસાર તેમાં મોટા ફેરફાર લાવવાનું શરૂ કરી દીધુ છે. પહેલા વેરિફિકેશન માટે પૈસા અને ટ્વીટર બ્લૂની શરૂઆત અને હવે આ નવા દાવા.
એલન મસ્કે કહ્યું છે કે જલ્દી જ ટ્વીટર બ્રાન્ડ ખતમ કરી દેવામાં આવશે અને તેને Xની સાથે રિપ્લેસ કરી દેવામાં આવશે. ત્યાર બાદ તેમણે નવા લોગોને ડિઝાઈન પણ કરી દીધા.