આ બિઝનેસ વૂડન ફર્નિચર (Wooden Furniture Business)નો છે. જેમાં તમને સરકાર તરફથી લોન પણ મળે છે. લોકો મકાન સજાવવા અને રિનોવેશન કરવા માટે લાકડાની વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે આજના સમયમાં વૂડન ફર્નીચરની વધતી માંગને કારણે આ બિઝનેસે ઝડપ પકડી છે.
વૂડન ફર્નિચર બિઝનેસ માટે સરકારની મળે છે મદદ- વૂડન ફર્નિચર બિઝનેસનો વ્યાપ સતત વધી રહ્યો છે. આ ધંધામાં નફો પણ ઊંચો છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર પણ આ બિઝનેસ માટે તમારી મદદ કરી શકે છે.
વૂડન ફર્નિચરનો બિઝનેસ શરૂ કરવા કેટલું રોકાણ કરવું પડશે?- આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે મોટું રોકાણ નહીં કરવું પડે. તમારી પાસે આશરે 1.85 લાખ રૂપિયા હોવા જોઈએ. મુદ્રા યોજના હેઠળ તમે બેંક પાસેથી કમ્પોઝિટ લોન તરીકે લગભગ 7.48 લાખ રૂપિયાની લોન મેળવી શકો છો. જેમાંથી તમારે ફિક્સ્ડ કેપિટલ તરીકે 3.65 લાખ રૂપિયા અને ત્રણ મહિનાની વર્કિંગ કેપિટલ માટે 5.70 લાખ રૂપિયાની જરૂર પડશે.
મુદ્રા યોજના આશીર્વાદરુપ- મુદ્રા યોજના ઘણા ઉદ્યોગસાહસિકો માટે આશીર્વાદરૂપ નીવડી છે. મોદી સરકાર મુદ્રા યોજના હેઠળ નાના વેપારીઓને લોન આપે છે. ઉદ્યોગ કરવા ઇચ્છતી વ્યક્તિ 75-80 ટકા લોન જેટલી લોન લઈ શકે છે. આ સ્કીમ હેઠળ તમે તમારો વૂડન ફર્નિચર બિઝનેસ શરૂ કરીને કમાણી કરી શકો છો. આ યોજનાના કારણે તમને ઘણી સરળતા રહેશે.
તમે દર મહિને એક લાખ રૂપિયા સુધી કમાઈ શકો- આ બિઝનેસમાં નફો વધુ છે. કામ પાછળ થતાં બધા ખર્ચા અલગ રાખીને તમે આરામથી 60 હજારથી 1,00,000 રૂપિયા સુધીની રકમ કમાઈ શકો છો. આ પૈસાથી તમે ઝડપથી લોન પણ ચૂકવી શકો છો. ઓછા મૂડીરોકાણમાં તમે બમણી આવક મેળવી શકો છો.