ટાટા ગ્રુપની ઓનરશિપ વાળી એર ઈન્ડિયા યાત્રીઓ માટે શાનદાર ઓફર લઈને આવી છે. એરલાઈન પોતાના ઘરેલુ અને ઈન્ટરનેશનલ રૂટ નેટવર્ક પર 96 કલાકની સ્પેશિયલ સેલ શરૂ કરી છે. આ ઓફર દ્વારા એર ઈન્ડિયા યાત્રીઓને આકર્ષક ભાડા પર પોતાના યાત્રાઓની પ્લાનિંગ કરવાની તક આપી રહી છે.
ઈકોનોમિક ક્લાસ દ્વારા ડોમેસ્ટીક રૂટ્સ પર એક તરફના ભાડાની શરૂઆત 1,470 રૂપિયા અને બિઝનેસ ક્લાસ માટે 10,130 રૂપિયાથી શરૂ થઈ રહ્યા છે. એરલાઈન્સનું કહેવું છે કે આ પ્રકારના આકર્ષક ભાડા અમુક ઈન્ટરનેશનલ રૂટ્સ માટે ઉપલબ્ધ છે.
કઈ રીતે કરી શકાય છે બુકિંગ?
આ ઓફરનો લાભ એર ઈન્ડિયાની વેબસાઈટ અને મોબાઈલ એપ દ્વારા ટિકિટોની બુકિંગ કરી ઉઠાવી શકાય છે. બુકિંગ સર્વિસ સંપૂર્ણ રીતે ફ્રી છે. એર ઈન્ડિયાના ફ્લાઈંગ રિટર્ન્સ મેંબર્સ બધી ટિકિટો પર ડબલ લોયલ્ટી બોનસ મેળવી શકે છે.
એર ઈન્ડિયાની વેબસાઈટ અને મોબાઈલ એપ ઉપરાંત સેલના હેઠળ બુકિંગ ઓફિશ્યલ ટ્રાવેલ એજન્ટ્સ અને ઓનલાઈન ટ્રાવેલ એજન્ટ્સના દ્વારા પણ ડાયરેક્ટર ચેનલ બુકિંગ સાથે જોડાયેલા સ્પેશિયલ બેનિફિટ્સ પણ કરી શકાય છે. આ સેલ હેઠળ સીટ લિમિટ છે અને ફર્સ્ટ કમ ફર્સ્ટ ગેટના આધાર પર ટિકિટ બુકિંગ થશે.
ક્યાં સુધી છે આ ઓફર?
એરલાઈન્સે સેલની શરૂઆત 17 ઓગસ્ટથી શરૂ કરી દીધી છે. યાત્રી પસંદગીના ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય રૂટ્સ પર એક સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર 2023ની વચ્ચે યાત્રા માટે 20 ઓગસ્ટ 2023 સુધી ટિકિટોની બુકિંગ કરાવી શકે છે. 20 ઓગસ્ટ 2023એ ટિકિટોનો સેલ રાત્રે 11.59 વાગ્યા સુધી ઓપન રહેશે.
Vihaan.AI હેઠળ એર ઈન્ડિયા ગ્લોબલ લેવલની એરલાઈન બનાવવાની પોતાની મહત્વકાંક્ષી યોજનાઓને આગળ વધારી રહ્યા છે. એર ઈન્ડિયાના સીઈઓ અને એમડી કેમ્પબેલ વિલ્સને કહ્યું કે નવી એર ઈન્ડિયા સાહસી, આત્મવિશ્વાસી અને જીવંત છે.
ઓફરની અમુક જરૂરી વાત
- ફ્લાઈટ માટે બુકિંગની શરૂઆત 1470 રૂપિયાથી થાય છે.
- એર ઈન્ડિયા ફ્લાઈટ બુકિંગ પર 30 ટકાની છૂટ છે.
- ઈકોનોમી અને બિઝનેસ કેબિન માટે છૂટ લાગુ.
- AirIndia.com દ્વારા ટિકિટની બુકિંગ પર સ્પેશિયલ બેનિફિટ્સ
- સિલેક્ટેડ રૂટ્સ અને ઓફરમાં શામેલ દેશો માટે સેલ વખતે કોઈ સુવિધા ચાર્જ નથી.
- બુકિંગ સમય 17 ઓગસ્ટ-20 ઓગસ્ટ 2023.