મૂળ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગરના રહેવાસી એવા કિશોર ભાઈ નાનપણથી જ સિનેમામાં રુચિ ધરાવતાં હતાં. પહેલેથી નવી નવી વસ્તુઓ કરવી અને યુવાનોને ગુજરાત અને દેશ માટે કશુક કરવાની ભાવનાં સાથે કામ કરવામાં ઉત્સાહિત હતાં અને લોકો ને માર્ગ દર્શન આપી પ્રોત્સાહિત કરતાં હાલ નાની ઉંમરમાં ગુજરાતી સિનેમાને ખાસ કરી શોર્ટ ફિલ્મની નવી દિશા અને ઉંચાઈ આપી છે. ૪૫ વર્ષની ઉંમરમાં જ અનોખો વિક્રમ સ્થાપિત કરીયો છે. અને ૪૦૦૦ શોર્ટ ફિલ્મનું નિર્માણ કર્યું. અને પોતે જ સ્ક્રિપ્ટ લખવાનું કામ કરતાં. બીજું ૪૦૦૦ સ્ક્રિપ્ટ લખવાનું પણ વિક્રમ તેમના નામે થયું છે એક ભારતીય અથવા ગુજરાતી તરીકે ગૌરવ કહેવાય તેવી સિદ્ધિ હાસિલ કરી છે. તેઓ હાલ અમદાવાદમાં રહે છે.
કિશોર ઠક્કર એવા વ્યક્તિ જે કોઈ પણ સ્વાર્થ કે લાલચ વગર ગુજરાતી સિનેમા કશુક કરવાની ઈચ્છા ધરાવનાર વ્યક્તિની મદદ માટે ખડે પગે ઊભાં રહે છે. જે આજની દુનિયામાં કદાચ કોઈ હોય. તેમને પહેલી ફિલ્મ જય મહાકાળી ૨૦૦૬ માં જુનાગઢ નંદીની સ્ટુડિયો માટે લખી હતી. પહેલાં ગુજરાતના નામાંકિત અખબારોમાં કોલમ લખતાં હતાં. ૨૦૦૨ માં સંદેશ અખબારમાં પત્રકાર પણ રહી ચૂક્યાં છે. પણ એમની નજર ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ પર હતી. એટલે તેમને 2006 થી ફિલ્મી દુનિયામાં પગ મૂક્યાં. એ વખતે મોબાઇલને YouTube અને OTT નહતાં આવ્યાં. ત્યારે સીડી કેસેટ નો યૃગ હતો. ધીમે – ધીમે કામ મળતું ગયું. ૧૮ જેટલી ટેલીફિલ્મ ૨ થીયેટર ફિલ્મને અનેક ગીતો લખ્યાં પછી મોબાઇલ યૃગ આવતાં તેમનું પ્લેટફોર્મ ખુલ્યુ YouTube અને OTT. ની. દુનિયામાં પગરણ થયાં. શોર્ટ ફિલ્મો ને વેબસીરીઝ નું કામ મળવા લાગ્યું. તેઓ ગુજરાતી ફિલ્મ રાઈટર્સ, ગીતકાર , ડીરેક્ટર જેવાં નામથી ઓળખાય છે. તેમને કામ અને નામ બંને મળતું ગયું .ખુબ જ ટૂંકા સમયમાં YouTube ની દુનિયામાં એક મોટા રાઈટર તરીકે એમનું નામ છવાઈ ગયું.
ફકત ચાર વર્ષના ગાળામાં જ એમણે 4000 શોર્ટ ફિલ્મ લખીને પુર્ણ કરી. જે એમનો વર્લ્ડ રેકોર્ડ થયો છે. એ સિવાય પણ એમણે ઉચ્ચ સન્માન જેવા કે ભારત ભુષણ સ્ટાર પરીવાર એવોર્ડ ,વર્લ્ડ રેકોર્ડ સર્ટિફિકેટ ,રાષ્ટ્રીય પ્રતિષ્ઠા પુરસ્કાર ,ગુજરાત ગૌરવ એવોર્ડ ,વગેરે મહાન એવોર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યાં છે. આટલી સફળતા પછી પણ એમણે સ્વભાવમાં સરળતા રાખી છે. એમની પાસે કોઈ પણ નાના મા નાનો માણસ કામ માટે જાય તો ખુબ જ શાંતિથી વાત કરીને એને સાચી દિશા બતાવી છે. અને પ્લેટફોર્મ અપાવ્યું છે. અત્યાર સુધીમાં સીંગર એકટર્સ જેવા 60 થી વધુ છોકરા છોકરીઓને એમણે કામ અપાવ્યું છે.
https://youtu.be/mR2M5BKbsBo