ટૂથપેસ્ટથી સ્ક્રીનમાં આવેલ ક્રેકને ઠીક કરો
ટૂથપેસ્ટનો ઉપયોગ માત્ર દાંત સાફ કરવા માટે જ નહીં પરંતુ સ્માર્ટફોનને ઠીક કરવા માટે પણ થાય છે. તમે માત્ર 10 રૂપિયાની ટૂથપેસ્ટ અથવા નેલ પોલીશથી ફોનની સ્ક્રીનને ઠીક કરી શકો છો. જો કે ટૂથપેસ્ટ અથવા નેલ પોલીશ તમારા ફોનની તૂટેલી સ્ક્રીનને સંપૂર્ણપણે ઠીક કરી શકતા નથી પણ તે નાના સ્ક્રેચેસને દૂર કરવામાં મદદ કરે છે.
નેલ પોલીશનો પણ ઉપયોગ કરી શકો છો
નેલ પોલીશ વડે તમારા ફોનની ક્રેકને પણ ઠીક કરી શકો છો. સૌ પ્રથમ તો તૂટેલી સ્ક્રીન પર નેલ પોલીશ લગાવવી પડે છે. હવે તેને થોડીવાર સુકાવા દો અને પછી નેલ પોલીશને ધારદાર બ્લેડથી દૂર કરો. તમે જોશો કે તમારા મોબાઈલની સ્ક્રીન ઘણી હદ સુધી ઠીક થઈ ગઈ છે.
Aaj nu Gujarat