લાંબી રાહ જોવડાવ્યાં બાદ હવે મેન્સ એશિયા કપ 2023નો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે. પાક.ક્રિકેટ બોર્ડ અને એશિયન કાઉન્સિલે મેન્સ એશિયા કપ 2023નો કાર્યક્રમ બહાર પાડ્યો છે. એશિયા કપ પહેલી વખત હાઈબ્રિડ મોડલમાં રમાશે. જાહેર થયેલા કાર્યક્રમ અનુસાર, આ ટૂર્નામેન્ટ 30 ઓગસ્ટથી શરૂ થશે અને ફાઈનલ 17 સપ્ટેમ્બરે રમાશે. પ્રથમ મેચમાં પાકિસ્તાનનો મુકાબલો નેપાળ સામે થશે. ટૂર્નામેન્ટમાં કુલ ચાર મેચ પાકિસ્તાનમાં રમાશે, જ્યારે બાકીની મેચોની યજમાની શ્રીલંકા કરશે.
