Punjabi Curry Pakora: ચટપટું અને મસાલેદાર ખાવાના શોખીન લોકો માટે આ વાનગી સૌથી બેસ્ટ છે.
Posted on September 8, 2022
નામ સાંભળતા જ મોંમા પાણ આવી જાય એવી મસ્ત રેસિપી અમે તમારી સાથે શેર કરીશું. તમે ક્યારે પણ ઘરે પંજાબી કઢી પકોડા બનાવ્યા છે? તમને પંજાબી ખાવાનો શોખ છે તો આ વાનગી તમને બહુ જ ભાવશે અને તમે પેટ ભરીને ખાઇ લેશો. એક સ્પાઇસી વાનગી છે. ચટપટું અને મસાલેદાર ખાવાના શોખીન લોકો માટે આ વાનગી સૌથી બેસ્ટ છે. પંજાબી કઢી પકોડા એ એક એવી વાનગી છે જેને દરેક લોકો પસંદ કરતા હોય છે. અલગ-અલગ જગ્યાઓ પર કઢી બનાવવાની રીત આખી અલગ જ હોય છે. ગુજરાતમાં તમે કઢીનો ટેસ્ટ કરશો તો એમાં ગળપણ હોય છે જ્યારે રાજસ્થાનની કઢી તમે ટેસ્ટ કરશો તો ખાટી હશે. તો તમે પણ જલદી નોંધી લો આ રેસિપી અને આજે જ ઘરે બનાવો ‘પંજાબી કઢી પકોડા’ રેસિપી.
બે કપ દહીં
એક કપ બેસન
½ ટી.સ્પૂન લાલ મરચું
1 ટી.સ્પૂન મેથી દાણા
¾ ટી. સ્પૂન હળદર
સ્વાદાનુંસાર મીઠું
8 થી 10 મીઠા લીમડાના પાન
ચપટી હિંગ
તળવા માટે તેલ
બનાવવાની રીત
પંજાબી સ્ટાઇલની કઢી પકોડા બનાવવા માટે સૌથી પહેલા બેસનને એક બાઉલમાં લઇ લો.
ત્યારબાદ થોડુ બેસન લો અને એને મિક્સર બાઉલમાં લઇને પાણી એડ કરીને એક ધટ્ટ પેસ્ટ તૈયાર કરી લો.
આ પેસ્ટને 10 મિનિટ માટે ઢાંકીને એમ જ રહેવા દો.
પછી એક મોટું વાસણ લો અને એમાં દહીં એડ કરીને બ્લેન્ડર અથવા તો વલોણીથી ફેંટી લો.
દહીં ફેંટી લીધા પછી એમાં ચણાનો લોટ નાંખો અને જરૂર મુજબ પાણી નાંખીને આ મિશ્રણને બરાબર મિક્સ કરી લો.
હવે આમાં સ્વાદાનુંસાર મીઠું એડ કરો.
ચણાના લોટમાં ગઠ્ઠા પડી ગયા હોય તો ફરીથી વલોણી ફેરવી લો.
આ પ્રોસેસ થઇ જાય પછી એક કઢાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.
તેલ ગરમ થઇ જાય એટલે તૈયાર કરેલા ચણાના લોટમાંથી પકોડા ઉતારો. પકોડા આછા બ્રાઉન રંગના થાય એટલે એક પ્લેટમાં લઇ લો.
બીજી એક કડાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.
તેલ ગરમ થઇ જાય એટલે એમાં જીરું, હિંગ, લાલ મરચું, લીમડાના પાન, મેથી દાણા નાંખો અને બે મિનિટ માટે સાંતળો.
બધા મસાલા સારી રીતે થઇ જાય એટલે એમાં દહીંના બેસનને એડ કરો અને ગેસની ફ્લેમ ફાસ્ટ કરી લો.
વચ્ચે વચ્ચે આ મિશ્રણને હલાવતા રહો.
કઢીમાં એક ઉભરો આવી જાય એટલે ગેસ ધીમો કરી દો અને 10 મિનિટ માટે થવા દો.
પછી કઢીમાં તળેલા પકોડા મિક્સ કરી દો અને 3 થી 4 મિનિટ માટે થવા દો.