choonav.com નાં સ્થાપક હિમાંશુ વ્યાસ એ કરેલી પહેલને ભાગરૂપે ચૂંટણીમાં અથવા રાજનીતિમાં રસ ધરાવતા લોકો માટે એક અનોખા પ્લેટફોર્મની રચના કરવામાં આવી છે. ”Aaj nu Gujarat ” ને મળેલી માહિતી અનુસાર આ પોર્ટલ પર ભારતમાં અત્યારે રાજનીતિમાં રુચિ ધરાવતા લોકો માટે અલગ અલગ ઇલેક્શનના ડેટા, ઇલેક્શન પરિણામ, ઉમેદવારના વોટ શેરિંગ પર્સન્ટેજ, અલગ-અલગ રાજકીય પક્ષ અને ઉમેદવાર ને મળેલા મતની ઘણી બધી online જાણકારી ઉપલબ્ધ છે. અત્યાર સુધી એક જ જગ્યાએથી, એક સાથે બધી માહિતી મળી જાય એવું કોઈ પ્લેટફોર્મ નથી. જેના ઉકેલ સ્વરૂપ રાજકીય રુચિ ધરાવતા લોકોને એક જ જગ્યાએથી પોતાના પક્ષ, ઉમેદવાર, નેતા, વિસ્તારની જાણકારી મળી રહે અને પોતાની જાતે જ અભ્યાસ અને મૂલ્યાંકન કરી જ્ઞાન મેળવી શકે તે હેતુથી ”Anubhuti Media ” ના સ્થાપક હિમાંશુ વ્યાસ દ્વારા choonav.com લોન્ચ કરવામાં આવ્યું છે.
”Anubhuti Media ” નાં associate પાર્ટનર ” Third Eye ” કંપની દ્વારા એક એવી website નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં Database, લોકસભા – વિધાનસભાના પરિણામ, મત વિસ્તાર પ્રમાણે તેના નકશા તેમજ નાનામાં નાની બૂથ લેવલ સુધીની માહિતી તૈયાર કરવામાં આવી છે.
નાના-નાના બૂથ લેવલ ના Analysis અથવા તેની માહિતી અને લોકસભા વાઇસ એના નકશા સામાન્ય રીતે નેતાને કે કાર્યકર અથવા રાજકીય રુચિ ધરાવતા લોકોને online કે offline લોકોને સરળતાથી મળતા નથી. ઘણા બધા રિસર્ચ અને સંશોધન પછી, ૩ મહિનાની કામગીરી કરી એક એવી website ની રચના કરવામાં આવી છે જેમાં એક જ કિલ્કમાં બધી જ માહિતી મળી શકે છે.
વધુ માહિતી http://choonav.com/ પર ક્લીક કરી મેળવી શકશો.
Know Your Constituency ની વધુ માહિતી માટે ૯૫૩૭૯૯૬૩૩૩ નંબર પર સંપર્ક કરવો.