એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મ બન્યા દેશના ૧૫ માં રાષ્ટ્રપતિ એમને વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા ને હરાવ્યા છે.
દ્રૌપદી મુર્મુને 4809 વોટમાંથી 2824 વોટ મળ્યા જ્યારે યશવંત સિંહાને 1877 વોટ મળ્યા. ખાસ વાત એ છે કે એનડીએ સિવાય અન્ય પાર્ટીઓએ પણ દ્રૌપદી મુર્મુને સમર્થન આપ્યું હતું. આટલું જ નહીં કેટલાક સાંસદો અને ધારાસભ્યો એવા છે જેમણે પાર્ટી લાઇનથી આગળ વધીને દ્રૌપદી મુર્મુને વોટ આપ્યો છે.
ગુજરાતમાંથી NDA સિવાયના દસ વોટ વધારે મળ્યા છે. એમાં NCP અને BTP ના ૨ વોટ બાદ કર્યે તો ૭ વધારાના વોટ મળ્યા છે.
ચૂંટણી માં બહુ ક્રોસ વોટિંગ થયું છે એના પરથી સાબિત થાય છે કે વિપક્ષ માં એકતા નથી !