Million નો અર્થ
ઉદાહરણ તરીકે કોઈ એક વીડિયોમાં 1 મિલિયન લાઈક્સ આવેલા છે તો તેનો અર્થ થાય છે કે તેને 10 લાખ લાઈક્સ મળ્યાં છે. 1 મિલિયનને ઝીરોનાં હિસાબે સમજીએ તો 1 ની પાછળ 6 ઝીરો લાગે છે.
1 મિલિયન= 1000000
5 મિલિયન= 5000000
Billionનો અર્થ
1 બિલિયન શબ્દનો સીધો અર્થ થાય છે એક અરબ! ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિની નેટવર્થ 5 બિલિયન છે તો તે 5 અરબ રૂપિયાનો માલિક છે.
1 બિલિયન=1 અરબ=100 કરોડ
ભારતની જનસંખ્યા 1.4 બિલિયન છે એટલે કે 1.4 અરબ છે એટલે કે 140 કરોડ છે. બિલિયનમાં 1 અંકની પાછળ 9 ઝીરો લાગે છે.
1 બિલિયન=1000,000,000
5 બિલિયન= 5000,000,000
Trillionનો અર્થ
મોટાભાગે કોઈ દેશની ઈકોનોમી દર્શાવવા માટે ટ્રિલિયન શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ભારતની કે ચીનની ઈકોનોમી દર્શાવવા માટે ટ્રિલિયન ડોલરનો ઉપયોગ થાય છે. 1 ટ્રિલિયનનો અર્થ થાય છે 10 ખરબ. તેમાં 1 અંકની પાછળ 12 ઝીરો લાગેલા હોય છે.
1 ટ્રિલિયન= 10,00,00,00,00,000
5 ટ્રિલિયન= 50,00,00,00,00,000