મોડી રાતે અંદમાન નિકોબારમાં ભૂંકપના આંચકા Posted on July 29, 2023 એજન્સીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર પોર્ટ બ્લેરથી 126 કિમી દક્ષિણપૂર્વ (SE)માં હતું. મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની ઊંડાઈ સપાટીથી 69 કિલોમીટર માપવામાં આવી છે. અત્યાર સુધી ભૂકંપના કારણે જાન-માલના નુકસાનની કોઈ માહિતી નથી.