અમદાવાદમાં રખડતા પશુઓએ રોડ પર આતંક મચાવ્યો છે, રોડ પર ઠેર-ઠેર રખડતા પશુઓના ઝુંડ જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીમાં અનેક અકસ્માતો થઇ ચૂક્યા છે, અનેક લોકોને પશુઓએ અડફેટે લીધા છે અને અનેક લોકોના જીવ ગયા છે. ત્યારે હાઈકોર્ટના કડક વલણ બાદ પણ સ્થિતિ એવીને એવી જ છે. તંત્રની બેદરકારીથી જનતાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
