બ્રહ્માસ્ત્ર આખરે બૉક્સ ઑફિસ પર બૉલીવુડ માટે બ્રહ્માસ્ત્ર સાબિત થયું. રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નાગાર્જુન, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન અને મૌની રોય સ્ટારર ફિલ્મ લીઝ થતાની સાથે જ દર્શકોનો સારો પ્રતિસાદ ને સોશ્યલ મીડિયામાં એક તરફ બૉયકોટ કરવામાં આવી રહી હતી પણ રિલીઝ થતાની સાથે જ દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. ફિલ્મનું ઓપનિંગ વીકેન્ડ કલેક્શન મજબૂત રહ્યું છે. બ્રહ્માસ્ત્રે માત્ર ત્રણ દિવસમાં ઇન્ડિયન બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. જણાવી દઈએ કે ફિલ્મનો પહેલો ભાગ પૂરો થતાની સાથે જ બીજા ભાગ ‘બ્રહ્માસ્ત્ર 2: દેવ’નું અનાઉસમેન્ટ કરવામાં આવ્યું છે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ચાહકોને એ જાણીને ખુશી થશે કે બ્રહ્માસ્ત્રે આ વીકેન્ડમાં તમામ ભાષાઓમાં કુલ 122.58 કરોડનો બિઝનેસ કર્યો છે.પહેલા દિવસે ફિલ્મે ભારતમાં 37 કરોડની કમાણી સાથે બમ્પર ઓપનિંગ કર્યું હતું. એ પછીના દિવસે ફિલ્મે 42 કરોડનું કલેક્શન કર્યું અને ગઈ કાલે એટલે કે રવિવારે ફિલ્મ ત્રીજા દિવસે બ્રહ્માસ્ત્ર એ તમામ ભાષાઓમાં 44.80 કરોડનો બિઝનેસ કર્યો છે.
બ્રહ્માસ્ત્રના હિન્દી વર્ઝનએ પણ મજબૂત કલેક્શન કર્યું છે. ફિલ્મે હિન્દી વર્ઝનમાં 32 કરોડનું ખાતું ખોલાવ્યું હતું અને બીજા દિવસે 38 કરોડની કમાણી કરી હતી. વિદેશમાં પણ આ ફિલ્મ જબરદસ્ત કલેક્શન કરી રહી છે. જણાવી દઈએ કે બૉયકોટ ટ્રેન્ડ અને નેગેટિવ રિવ્યુ ફિલ્મના કલેક્શન પર કોઈ અસર કરી રહી નથી. ફિલ્મના શો હાઉસફુલ થઈ રહ્યા છે. બ્રહ્માસ્ત્રના શસ્ત્રોની દુનિયા ફિલ્મ પ્રેમીઓને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.
બ્રહ્માસ્ત્રે ભારતીય બોક્સ ઓફિસમાં ત્રણ દિવસમાં 100 કરોડની ક્લબમાં એન્ટ્રી મેળવીને રેકોર્ડ તોડ્યો છે. ફિલ્મ બ્રહ્માસ્ત્ર ઓપનિંગ વીકએન્ડમાં જ 100 કરોડની કમાણી કરનાર ભારતીય સિનેમાની સાતમી ફિલ્મ બની છે. જણાવી દઈએ કે 100 કરોડની કમાણી કરનાર રણબીર કપૂરની આ બીજી ફિલ્મ છે અને આલિયાએ 100 કરોડ ક્લબમાં બ્રહ્માસ્ત્રથી ડેબ્યુ કર્યું છે. જો કે હાલ એક રિપોર્ટ અનુસાર એ પણ જાણવા મળ્યું છે કે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર ફિલ્મનું ગ્રોસ ઓપનિંગ વીકેન્ડ કલેક્શન 225 કરોડની આસપાસ છે.