સામાન્ય રીતે 30 બાદ જ્યાં યુવતીઓ કરચલીઓ અને ફાઇન લાઇન્સની ચિંતા કરવામાં વ્યસ્ત રહે છે, પણ બોલિવૂડમાં એક એક્ટ્રેસ એવી છે જેની ઉંમર દિવસેને દિવસે વધવાના બદલે જાણે ઓછી થઇ રહી છે. અહીં વાત થઇ રહી છે 47 વર્ષીય બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કુન્દ્રા (Shilpa Shetty Kundra)ની.પોતાની ફિટનેસ, હેલ્ધી લાઇફસ્ટાઇલ, એક્ટિંગ અને પરફેક્ટ ફિગર માટે જાણીતી શિલ્પા શેટ્ટી એવી ઇન્ડિયન બ્યૂટી છે જે હંમેશા સેન્સેસેશનલ અને ગ્લેમરસ જ દેખાતી હોય છે. જ્યાં શિલ્પાએ ઇન્ડિયન ડિઝાઇનર ડોલી જે (designer Dolly J)એ તૈયાર કરેલાં ચિક આઉટફિટ્સમાં રેમ્પ પર રીતસર આગ લગાવી હતી.શો-સ્ટોપર શિલ્પાએ પરફેક્ટ શિમર કટ-આઉટ ગાઉન પહેર્યો હતો, જેમાં તેનું સેક્સી ફિગર આકર્ષક રીતે શૉ-કેસ થતું હતું. જો કે, આ રેમ્પ વૉક શિલ્પા માટે સરળ નહતું, તેના આઉટફિટના કારણે તે રેમ્પ પર વારંવાર અટકી જતી હતી. અહીં જૂઓ, શિલ્પાના રેમ્પ વૉકની ઝલક.