છેલ્લા ૨૦ વર્ષથી કોગ્રેંસનો દબદબો આ સીટ ઉપર રહયો છે. SC ની રિઝર્વ સીટને લઘુમતી વર્ચસ્વ વાળી રહી છે. શૈલેષભાઇ પરમાર કોગ્રેંસના ઉમેદવાર હશે સીટિંગ ધારાસભ્ય છેલ્લા ૪ ટર્મથી જીતે છે. રાજકીય રીતે, સામાજિક રીતે દાણીલીમડા વિસ્તાર ઉપર એક શક્તિશાળી નેતા તરીકે રહ્યા છે. કોગ્રેંસ એમને રિપીટ કરશે તો બીજી બાજુ પહેલીવાર જોર શોરથી પ્રચાર કરે એવી આમ આદમી પાર્ટી આ વખતે દાણીલીમડામાં રીટાયર અધિકારી દિનેશભાઇ કાપડિયાને મેદાનમાં ઉતારી શકે છે. સામાજિક એમનાં સમાજમાં મોટો પ્રભાવ ધરાવે છે.
સારા વિદ્વાન અને સારું શિક્ષણ ધરાવનાર વ્યક્તિ મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહી છે આમ આદમી પાર્ટી. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર લોકો વચ્ચે દિનેશભાઇ જે રીતે પ્રભાવ પાડી રહ્યા છે. તે જોતા આ વખતે ચૂંટણીમાં રસાકસીનો રંગ જોવા મળશે. કોગ્રેંસ પોતાની સીટ બચાવવા ભાજપ મોટો ઉલટભેદ કરવા આમ આદમી પાર્ટી પ્રચાર કરશે.