છેલ્લાં ૩ ટર્મનો વિધાનસભાનો અભ્યાસ કરીએ તો જમાલપુર/ખાડિયામાં દર વર્ષે પરિવર્તન કરે છે.આ વર્ષે ચતુષ્કોણનો મુકામલો થશે. આ વખતે જમાલપુરનો જંગ રસાકસીનો રહેશે.અત્યારની પરિસ્થિતિ જોતાં હાર જીતનો ફેંસલો નાના અંતરથી થાય તો નવાય નહીં લઘુમતી વર્ચસ્વ ધરાવતી સીટ ઉપર આ વખતે સૌની નજર રહેશે. અત્યારના એક બાજુ AMIM ના પ્રમુખ સાબિર કાબલીવાલા ચૂંટણી જંગમાં ઉતરશે.
સામાજિક અને રાજકીય પકડ ધરાવતાં હોવાથી મજબુત લડત આપશે તો બીજી બાજુ કોગ્રેંસ ચાલુ MLA ઇમરાન ખેડાવાલાને ફરીથી ઉતારે અમારાં સોર્સીસ પ્રમાણે સ્થાનિક કોગ્રેંસનો વિરોધ હોવાથી બીજી તરફ ભાજપ ૨૦૧૨નું પુનરાવર્તન કરવાં કમરકસી છે. અને સામાજિક અથવા વેપાર જગતમાં મોટો નામ મેદાન માં ઉતારે એવા એંધાણ મળી રહ્યાં છે અને હવે છેલ્લાં થોડા દિવસથી આમ આદમી પાર્ટીમાં અમઝદ ખાન નામ ચર્ચામાં આવતાં જમાલપુર/ખાડિયા માં જોવા મળી રહી છે. તો બીજી બાજુ આમ આદમી પાર્ટીમાં ખેંચતાણ ચાલી રહી છે.
ગુજરાત રાજ્યનાં મહિલા પ્રમુખ ગૌરી દેસાઈ અને સ્થાનિક હારુન શેખે પણ દાવેદારી કરી છે. શું જમાલપુર/ખાડિયા ઇતિહાસ બદલશે કે પોતાની પરંપરા મુજબ નવો ધારાસભ્ય આવે તે જોવાનું રહેશે!