દહીં બાળકોના વિકાસ માટે દહીં સૌથી બેસ્ટ છે. દહીંનું આર્યુવેદમાં પણ અનેક ઘણું મહત્વ રહેલું છે. દહીંમાં ગુડ બેક્ટેરીયા હોય છે જે બાળકોના શારિરિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. બાળકોને દહીં ખવડાવવાથી શરીરમાં વિટામીન ડીની ઉણપ પૂરી થાય છે.
બાળકોમાં વિટામીન ડીની ઉણપને પૂરી કરવા માટે સૌથી બેસ્ટ ઇંડા છે. ઇંડામાં રહેલા પોષક તત્વો બાળકોની આ ઉણપને પૂરી કરવામાં આવે છે. બાળકોને દિવસમાં એક ઇંડુ ખવડાવવાથી વિટામીન ડીની ઉણપ પૂરી થાય છે. જે બાળકો રેગ્યુલર એક ઇંડુ ખાય છે એનામાં વિટામીન ડીની ઉણપ રહેતી નથી.
આજના આ સમયમાં નાના બાળકોને બજારમાં મળતુ પેકેટ દૂધ અનેક પેરેન્ટ્સ આપતા હોય છે. પેકેટ દૂધમાં અનેક પોષક તત્વો પૂરા થઇ જાય છે. નાના બાળકોને જો તમે ગાયનું દૂધ પીવડાવો છો તો સૌથી બેસ્ટ છે. ગાયનું દૂધ પીવડાવવાથી બાળકોમાં ક્યારે પણ વિટામીન ડીની ઉણપ રહેતી નથી. ગાયના દૂધમાં કેલ્શિયમનું પ્રમાણ બહુ સારું હોય છે જે બાળકોની હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. આ માટે બાળકોને રોજ ઓછામાં ઓછુ એક ગ્લાસ ગાયનું દૂધ પીવડાવો. જો તમે પણ તમારા બાળકને પેકેટ દૂધ પીવડાવો છો તો આ બંધ કરીને ગાયનું દૂધ પીવડાવવાનો આગ્રહ રાખો.
બાળકોને ફ્રૂટ્સ ખવડાવો. અનેક પેરેન્ટ્સ બાળકોને ભૂખ લાગે ત્યારે બહારના પેકેટ ખવડાવતા હોય છે. આ માટે તમે તમારા બાળકોને દિવસમાં એક વાર ગમે તે ફ્રૂટ ખાવા આપો. ફ્રૂટ ખાવાથી વિટામીન ડીની ઉણપ પૂરી થાય છે અને એ હેલ્ધી પણ બને છે.