ટાઇગર અને દિશાએ ૨૦૧૮ની બાગી ટુ અને બેફિકરા તેમજ મ્યુઝિક વીડિયોસમાં સાથે કામ કર્યુ ંહતું. દિશાએ ટાઇગરની બાગી ૩માં એક વિશેષ સોંગ પણ કર્યું હતું.
દિશા અને ટાઈગરે જોકે, ક્યારેય તેમના સંબંધો ઓફિશિયલ કર્યા ન હતા .પરંતુ માલદિવની ટૂર્સથી માંડીને મુંબઈમાં સાથે આઉટિંગ અને એકબીજાના ઘરે લાંબા સમય સુધી વસવાટ સહિતની બાબતો તેમના પ્રેમ સંબંધોની સાક્ષી પૂરતાં હતાં.
દિશા ટાઈગરના પરિવાર સાથે પણ હળી મળી ગઈ હતી અને સૌ સાથે એકદમ નિકટતા કેળવી લીધી હતી. કેટલીય વાર તો ટાઈગરની ગેરહાજરીમાં પણ તે તેના પરિવારજનો સાથે જોવા મળતી હતી.
આ બંનેના સંબંધ લગ્નની દિશામાં જ આગળ વધી રહ્યા છે એવું બહુ નિશ્ચિત રીતે મનાતું હતું.
જોકે, તેમનાં નજીકનાં સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક મહિનાઓથી તેમની વચ્ચેનું અંતર વધી રહ્યું હતું. વાસ્તવમાં દિશા આ સંબંધમાં વધારે સક્રિય હતી. તેના માટે આ પ્રેમ સંબંધ સર્વસ્વ હતો. જ્યારે ટાઈગરનો એપ્રોચ એકદમ પ્રેક્ટિકલ હતો. તેના માટે તેની ફિટનેસની ઘેલછા અને કારકિર્દી આગળ કશું મહત્વનું ન હતું. દિશા સાથે આઉટિંગ કરતાં પણ જીમ સેશન તેની વધારે પ્રાયોરિટીમાં હતું.
આ મુદ્દે બંને વચ્ચે ચણભણ થતી હતી અને છેવટે તેઓ અલગ થઈ ગયાં છે. જોકે, બંને વચ્ચ ેકોઈ કડવાશ નથી. બંને હજુ સોશિયલ મીડિયા પર એકબીજાને ફોલો કરી રહ્યાં છે. બંનેએ પોતાના મિત્રોનો પણ કશું જણાવ્યું નથી.
ચાહકો ઈચ્છે છે કે જેમ સિદ્ધાર્થ અને કિયારા વચ્ચે પેચ અપ થઈ ગયું તેનું પુનરાર્વતન આ કિસ્સામાં થાય.