પરંપરા રીતે વેજલપુર વિધાનસભા ભાજપ તરફી રહી છે. છેલ્લા ૨૦૧૭માં કોગ્રેંસ કડક મુકાબલો આપી જીતનું માર્જિન ઘણો ઘટાડી દીધો છે. વેજલપુરના સામાજિક સમીકરણો જોતા કોઈ એક જાતીય આધારિત સીટ કે વિધાનસભા નથી વેજપુરમાં ૨૫% થી વધુ લઘુમતી મતદારો છે. તો બીજી તરફ OBC (દલીત) ઉચ્ચ જાતિની સંખ્યા પણ મોટા પાયે છે.
ભાજપ આ વખતે કિશોરસિંહ ચૌહાણની ઇનકમટેક્સ ઇન્સ્પેક્ટરને દૂર કરવાં બીજા ઉમેદવારની શોધમાં છે. અમિત ઠાકર નામ ઉપર ચર્ચા ચાલી રહી છે. તો કોગ્રેંસમાં રાજેન્દ્ર પટેલ અથવા મોટા બ્રાહ્મણ સમાજનો ચહેરો ઉતારી શકે છે. તો AMIM માંથી મહિલાને ટિકિટ આપી શકે છે. તો આમ આદમી પાર્ટી પણ કમરકસી જાતીય સમીકરણો જોતા કોગ્રેંસના એક્સ કદાવર નેતા કલ્પેશ પટેલ(ભોલા ભાઈ)ને ટિકિટ આપી રાજકીય આંચકો આપી શકે છે. ભોલા ભાઈ પટેલ જેમની રાજકીય અને સામાજિક પકડ બધા સમાજ ઉપર છે.
ચૂંટણી જંગમાં ઉતરવાથી વેજલપુરની સીટ આકર્ષણનું કેન્દ્ર બની રહેતો નવાઈ નહીં આમ આદમી પાર્ટી પહેલું નામ જાહેર કરી બીજા બધા રાજકીય પક્ષના સમીકરણ બગડી શકે હવે જોવાનું રહેશે કે કોણ કયો પક્ષ કોને જાહેર કરે છે અને બીજા પક્ષ સાયકોલોજી દબાણ મૂકી પોતાનો વિજય રક્ત સ્થાપવાનો પ્રયત્ન કરશે કોગ્રેંસ અને ભાજપની સ્થાનિક આગેવાનોની ગૂડબાજીનો લાભ ક્યાં રાજકીય પક્ષને મળશે તે જોવાનું રહેશે.