ગુજરાતની ચૂંટણીમાં ત્રણ મહિનાથી પણ ઓછો સમય બાકી આ વખતે ગુજરાતની ચૂંટણીમાં વર્ષો પછી ત્રિકોણીય જંગ જોવા મળશે. સ્થાનિક નેતૃત્વનો અભાવ ત્રણેય પક્ષમાં દેખાઈ આવે છે.ભાજપનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં ચહેરા ઉપર ચૂંટણી જંગમાં ઉતરશે તો આ તરફ કોગ્રેંસનાં ચાણક્ય કહેવામાં આવે છે એવા રાજસ્થાનનાં CM અશોક ગેહલોત જેમને ગુજરાતની વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. એમનાં કંધે કોગ્રેંસ ચૂંટણી જંગ લડવા મેદાનમાં ઉતરશે પહેલીવાર જોરશોરથી મેદાનમાં ઉતરેલ આમ આદમી પાર્ટી ઓલ ઇન્ડિયાનાં સંયોજક અને દિલ્લીનાં CM અરવિંદ કેજરીવાલ ચૂંટણીમાં લડવા મેદાનમાં જંપ લગાવ્યો છે.
THIRD EYE અને AAJNUGUJARAT ના દ્વારા કરવામાં આવેલ સર્વે અનુસાર ૯૧% લોકો ભાજપનાં કાર્યકર્તા એવું માને છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં ચહેરા ઉપર લડવાથી ચૂંટણીમાં ફાયદો મળશે અને ૧૪૮ નો રેકોડ તોડવામાં સફળનાં મળશે તો બીજી બાજુ કોગ્રેંસનાં ચાણક્ય રાજસ્થાનનાં CM અશોક ગેહલોત ઉપર ૬૭% કોગ્રેંસનાં કાર્યકર્તા ભરોસો મૂકે છે અને અશોક ગેહલોતની રણનીતિ ઉપર ગુજરાત કોગ્રેંસ ૨૦૨૨માં ઉલટફેર કરી શકે એવું માને છે તો ત્રીજી બાજુ આમ આદમી પાર્ટીનાં ૮૧% લોકો માને છે કે અરવિંદ કેજરીવાલનાં ચહેરા ઉપર ચૂંટણી લડવાથી ભવ્ય વિજય મેળવી શકશે ગુજરાતમાં આમ આદમી પાર્ટી નવો ઇતિહાસ રચી શકે છે.
આ વખતે ગુજરાત ૨૦૨૨ની ચૂંટણી એકલા ગુજરાત જ નહીં પરંતુ ભારતના રાજકારણની અંદર આવનાર ચૂંટણી ૨૦૨૪ માં કયો પક્ષ બાજી મારશે એનો પાયો નાખશે એવું રાજકીય વિશ્લેષકો માને છે. અમારા સૂત્રો પ્રમાણે જો શંકરસિંહ વાઘેલા પોતાની નવી પાર્ટી બનાવી ગુજરાતની ચૂંટણીમાં જંપ લાવે તો ગુજરાતની રાજકારણમાં એક નવો વળાંક જોવા મળશે. શંકરસિંહ વાઘેલા જે ગુજરાતનાં પૂર્વે મુખ્યમંત્રી ઉપરાંત ગુજરાત કોગ્રેંસના પણ પ્રમુખ રહી ચૂક્યાં છે. જેમની પાસે સંગઠનથી લઇ અને વહીવટ અને રાજકીય વ્યૂરચનામાં માહિર છે. એવા શંકરસિંહ વાઘેલા પોતાનો ચોથો પક્ષ લઇ મેદાનમાં ઉતરે ગુજરાતમાં જોઈ ના હોય એવી ચૂંટણીમાં આ વખતે જંગ જામશે.
હવે જોવાનું રહેશે કે રણનીતિમાં ભીષ્મપિતા કહેવાય એવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કે કોગ્રેંસનાં ચાણક્ય રાજસ્થાનનાં CM અશોક ગેહલોત કે પછી રાજકારણની વ્યાખ્યા બદલી નાખનાર દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અથવા છેલ્લી ઘડીયે પોતાનો પક્ષ બનાવી મેદાનમાં ઉતરેલા રાજકીય રણનીતિના ગુરુ માનવામાં આવે એવાં શંકરસિંહ વાઘેલા વચ્ચે જામશે રાજકીય વર્ચસ્વની લડાઈ.