અમદાવાદની સાથે સાથે રાજ્યભરના લોકો માટે આનંદના સમાચાર છે. આજથી અમદાવાદ મુંબઈ વચ્ચે દોડનારી વંદે ભારત ટ્રેનની ટ્રાયલ શરૂ થશે. એટલું જ નહીં, આ ટ્રેન ટૂંક સમયમાં અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડતી પણ થશે. ઉલ્લેખનીય છે કે વંદે ભારત ટ્રેન માટે 130 કિલોમીટર પ્રતિ કલાકની ટ્રાયલ લેવામાં આવશે. આ ટ્રેનનું અમાદવાદ અને મુંબઈનું ભાડું 3500 રૂપિયા હશે તેવો અંદાજ છે.
હાલમાં આ ટ્રેનના ડબ્બાનું નિર્માણ ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી, ચેન્નાઈ, મોર્ડન કોચ ફેક્ટરી, રાયબરેલી અને રેલ કોચ ફેક્ટરી, કપૂરથલા ખાતે થઈ રહ્યું છે. તેની આગળ અને પાછળના ભાગ એરોડાયનેમિક ડિઝાઈન મુજબના છે, જેથી તે તીવ્ર સ્પીડ દરમિયાન હવાના પ્રતિકારનો સામનો કરી શકે.