રીંકુ એક એવું નામ છે જે સમાજમાં ખાસ કરી મહિલાઓ માટે પ્રેરણારૂપ, આત્મનિર્ભર અને મહિલા સશક્તીકરણનું એક અદ્ભૂત ઉદાહરણ છે. છેલ્લા ઘણા સમયથી વિવિધ સામાજિક સંસ્થા જોડે સંકળાયેલા છે. અને તાજેતરમાં ૨ વર્ષ પહેલા પોતાનું NGO ચાલું કરીયું છે. ટૂંક સમયમાં એક વૃદ્ધા આશ્રમની સ્થાપના કરવાં જઈ રહ્યાં છે.
રીંકુબેન નાનપણથી જ ભણવામાં હોશિયાર, ચતુર અને મહેનતુ હતાં. રીંકુબેન એક મધ્યમવર્ગ માંથી આવે છે. નાનપણથી ઘણા સંધર્ષ અને ઉતાર ચઢાવ જોયાં છે. જીવનમાં કશુંક કરવાની તંમનાઓ અને સિવિલ સર્વન્ટ બનવાના સપનાઓ જોયાં હતાં.
એમને પ્રથમ ટ્રાયલમાં જ UPSC ની પરીક્ષા પાસ કરી હતી. સંજોગોને લીધે આગળ ભણી ના શક્યા અને લગ્ન કરવાં પડ્યાં અને તેમનું સપનું પૂરું કરી શક્યાં નહીં. રીંકુબેનએ કરાટેમાં બ્લેક બેલ્ટ ચેમ્પિયન રહી ચૂક્યાં છે. રાઇફલ શૂટમાં પણ ઘણા નાના મોટા મેડલ પ્રાપ્ત કરેલ છે. પોતાનાં સપનાં અધુરાં પુરા કરવાં બીજા મહિલાઓને મદદરૂપ થવા ”Human Power Trust ” ઉભું કરિયું.
”Human Power Trust ” દ્વારા સરકારી યોજનામાં થતાં લાભ મહિલાઓ ખાસ કરીને ગરીબ વર્ગને પોહ્ચાડવાનું ઉત્તમ કામ કરી રહ્યાં છે. રીંકુબેન જે મધ્યમ વર્ગ માંથી આવે છે અને નાની ઉંમરમાં ઘણા અનુભવોને લઇ મહિલાઓ પોતાનાં પગે આત્મનિર્ભર થાય તેના માટે સંઘર્ષ કરી અને તે લોકોને લાભ થાય તે માટે કામ કરી રહ્યાં છે. તેમનું મહિલા સંગઠન ગુજરાતભરમાં પ્રસ્થાપિત છે. તેમની મુખ્ય ઓફિસ અમદાવાદનાં વસ્ત્રાલમાં આવેલી છે. દરરોજ એમનાં મુખ્ય કાર્યાલય પર ૨૦૦ થી ૩૦૦ બહેનોની અવર-જ્વર રહેતી હોય છે. ”Human Power Trust ” ને લાગતાં કોઈ પણ કામ માટે ૭૨૬૫૯૫૩૦૪૧ નંબર પણ સંપર્ક કરવો.