2022ના વર્ષથી રાજ્ય સરકારે ગરબાના પાસ પર જીએસટી લાગુ કરતાં માત્ર વડોદરામાં જ 1 લાખ ઉપરાંત ખેલૈયાઓએ ગરબા રમવા માટે દોઢ કરોડથી વધુ રૂપિયા જીએસટી પેટે ચૂકવવા પડશે. જ્યારે રાજકોટના 50 હજાર ઉપરાંત ખેલૈયાઓએ પણ 1 કરોડથી વધુનો જીએસટી ભરવો પડશે.
સુરતના આયોજકોએ સિઝન પાસની જગ્યાએ ડેઇલી પાસનું આયોજન કર્યું છે, જે જણાવે છે કે, તેઓના ડેઇલી પાસ 499 રૂપિયાથી ઓછી કિંમતના હોવાથી જીએસટી લાગશે નહીં. સરકારે જીએસટી લાગુ કરતા વડોદરાના યુનાઈટેડ વે સહિત 4 મોટા ગરબા આયોજકો ઉપરાંત રાજ્યના મોટા ગરબા સંચાલકોએ ગરબાના પાસ પર 18 ટકા જીએસટી લાગુ કરી દીધો છે. જેનો સીધો ભાર ખેલૈયાઓના ખિસ્સા પર પડશે. આ ઉપરાંત ગરબા જોવા આવનારા દર્શકો જો ડેઇલી પાસ લઇને ગરબા જોવા જશે તો જીએસટી ચૂકવવો નહીં પડે. જો કે આયોજકોમાં હજુ પણ ગરબાના પાસ ઉપર જીએસટી બાબતે અસમંજસ છે.
જીએસટી કેટલી આવક ઉપરાંત ચૂકવવો પડશે અથવા કેટલા રૂપિયાના પાસ ઉપર જીએસટી ચૂકવવો પડશે તે અંગે દ્વિધામાં છે. છેલ્લા 22 વર્ષથી શહેરની યુવતીઓ-બહેનો માટે એન્ટ્રી ફ્રિ રાખી છે. મા શક્તિ ગરબાના જય ઠક્કરે જણાવ્યું હતું કે માં શક્તિ દ્વારા છેલ્લા 22 વર્ષથી શહેરની યુવતીઓ અને બહેનો માટે એન્ટ્રી ફ્રિ રાખી છે. માતાજીના ગરબા એ માં શક્તિની આરાધના છે,માં અંબેની આરાધના છે એટલે તેમાં રૂપીયા ન હોય,શહેર જે વિશ્વમાં સંસ્કૃતિ માટે વખણાય છે. તે સાંસ્કૃતિને જાળવી રાખવા અથાગ પ્રયત્ન કરાઈ રહ્યો છે.
2019 (અંદાજીત) | 2022 (અંદાજીત) 18% GST | |||||
ગરબા | બોયઝ સંખ્યા11000 | ગર્લ્સ સંખ્યા23000 | વિઝીટર પાસ સંખ્યા – 6000 | બોયઝ સંખ્યા- 11000 | ગર્લ્સ સંખ્યા – 23000 | વિઝીટર પાસ સંખ્યા – 6000 |
યુનાઈટેડ વે- વડોદરા | 3500 પ્રતિ પાસ | 900 પ્રતિ પાસ | 400 પ્રતિ પાસ | 4100 + 738 GST = 4838 પ્રતિ પાસ | 1100+198 GST = 1298 પ્રતિ પાસ | 400 પ્રતિ પાસ
(GST લાગુ નથી) |
કુલ આવક | 3,85,00,000 | 2,07,00,000 | 22,00,000 | 5,32,18,000 | 2,98,54,000 | 22,00,000 |
GST પેટે પાસના વધુ ચુકવવા પાત્ર રકમ | 81,18,000 | 45,54,000 |
ચણિયા ચોળી પર 5 ટકા થી 12 ટકાનો જીએસટી લાગશે
ચણિયા ચોળી પર 5 ટકા થી 12 ટકાનો જીએસટી લાગી રહ્યો છે. જેમાં રૂા.1 હજારથી નીચેની ચણિયાચોળી પર 5 ટકા અને રૂા.1 હજારથી વધુની ચણિયાચોળી પર 12 ટકાનો જીએસટી લાગી રહ્યો છે. જોકે સરકારે જ્યારથી જીએસટી લાગુ કર્યો છે ત્યારથી જ ચણિયાચોળી પર જીએસટી લેવાઈ રહ્યો છે.
અમે પાસ વેચતા નથી, ડોનેશન લઈએ છીએ છતાં નિયમો પાળીએ છીએ
અમે પાસ વેચતા નથી, ડોનેશન લઈએ છીએ. છતાં નિયમોનું પાલન કરીએ છીએ. ખેલૈયાઓ દ્વારા મળતી રકમ યુનાઈટેડ વે ચેરિટીમાં આપે છે. કોઈ રિફંડ આપવામાં નથી અપાતું. પરંતુ સરકારના સુચનને પગલે અમે જીએસટી સાથેનું ડિજિટલ પેમેન્ટ લઈએ છીએ.અને રિસિપ્ટ પણ આપીએ છીએ. – મીનેશ પટેલ, ટ્રસ્ટી, યુનાઈટેડ વે
કુરિયર ચાર્જ પણ લેવાશે
મહિલાઓના જે પાસનો ભાવ રૂ.200 તેમજ રૂ.300 છે.તેમાં કુરિયર ચાર્જ પણ લેવાશે. જોકે હજુ સુધી આ ચાર્જ કેટલો લેવો તે નક્કી નથી. – મયંક પટેલ, વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ