છેલ્લા ઘણા સમયથી ઉચ્ચતર માધ્યમિક માટે TATની પરીક્ષાની આતુરતાથી રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TATની પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ આગામી 6 ઓગસ્ટના રોજ પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે. જ્યારે 17 સેપ્ટેમ્બરે મુખ્ય પરીક્ષા યોજાશે.
શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિક) TAT-HIGHER SECONDARY પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. TATની પરીક્ષા માટે 5 જુલાઈથી 15 જુલાઈ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. 5 જુલાઈથી 17 જુલાઈ સુધી ફી સ્વીકાર કરવામાં આવશે. ઉમેદવારો http://ojas.gujarat.gov.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ અને નેટ બેકિંગ મારફત ફી ભરી શકશે.