એક એવી સ્ત્રીની કહાની જેમને પોતાનાં ઘરેથી અલગ-અલગ વાનગીઓ બનાવી બહુ ટૂંક સમયમાં સફળતા મેળવી છે. દુનિયાભરની વાનગીઓ બનાવે છે. તેમની નિપુણતા વિવિધ સંસ્કૃતિ વિવિધ વાનગીઓ બનાવવામાં છે. તેઓ ડ્રાય પંજાબી ગ્રેવી પ્રી-મિક્સ (લાલ/સફેદ/લીલી/પીળી/બ્રાઉન ગ્રેવીઝ), હરા ભરા કબાબ, ચીઝ કોર્ન બોલ્સ, દહીં કબાબ અને અન્ય ઘણા બધા સ્ટાર્ટર્સ, મુખવાસ, મોસમી અથાણાં, મસાલા ,ચ્યવનપ્રાશ અને ઘણા બધા આયુર્વેદિક અને નેચરોપેથી આધારિત રસોઈ બનાવે છે.
નેહલ નાયકએ માસ્ટર શેફ ઇન્ડિયાના ત્રણ વખત ઓડિશન આપ્યાં છે અને હાલમાં હોમશેફ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરે છે. તેમની સફરમાં તેમને 15 વર્ષની ઉંમરમાં જ ઘરે રસોઈ બનાવવા માંડીને માસ્ટર શેફ જીતવા સુધીની તેમની સફર શરૂ થઈ હતી. જીતવા પર તેમને ટ્રોફી અને રસોઇયાનો કોટ આપીને સન્માનિત કર્યા હતાં. આ જર્ની દરમિયાન તે Sanjeev Kapoor , Ranveer Brar , Ripu Daman Handa , Vikcey Ratnani , Rakhi , Vikas Khanna , Kunal Kapoor, Hardipaingh Sokhi , Kaninka Mehta, Nikita Gandhi અને આવા ઘણા સેલિબ્રિટી અને શેફ દ્વારા આયોજિત ઘણી ઇવેન્ટ્સમાં ભાગ લીધો છે. ઈવેન્ટ્સ/રસોઈની સ્પર્ધાઓમાં જીતવા/ભાગ લેવા બદલ પ્રમાણપત્રો અને મેડલ મેળવીને સન્માન મળ્યું હતું.
રસોડા કલાકાર અને રસોઈની મહારાણી જેવા કેટલાય નામથી તેઓ ઓળખાય છે. તેમની વાનગીઓ દર્શાવવા માટે ગુજરાતી ટીવી ચેનલો પર નિયમિતપણે ઘણા કુકીંગ ટીવી શોનું સંચાલન કર્યું છે. તેઓ હોમશેફ એસોસિએશનના વીપી તરીકે ઘણી રસોઈ સ્પર્ધાઓ/વર્કશોપ/ઇવેન્ટ્સનું આયોજન કર્યું છે જેમાં લિમ્કા બુક ઓફ રેકોર્ડ માટેના બે પ્રયાસોનો સમાવેશ થાય છે. તેમને ઘણી રસોઈ સ્પર્ધાઓને જજ કરી છે, POC માટે એડમિન વર્ક કર્યું છે અને શેફની ભારતની પસંદગીનો ભાગ છે. કોવિડ પહેલા, હોમ શેફ તરીકે તેઓ સપ્લાય માટે ઓનલાઈન ઓર્ડર લીધો હતો.
તેમને મિસિસ ગુજરાત ઈવેન્ટમાં ભાગ લીધો અને એમાં રનર અપ તરીકે ઉભા હતાં. બધા જ બહુમુખી વ્યક્તિત્વમાં રસોઈના શોખીન છે. વધુ માહિતી માટે નીચે આપેલ લિંક પર સંપર્કઃ કરી શકો છો :-
FB–https://www.facebook.com/nehal.nayak.148?mibextid=ZbWKwL
Insta–https://instagram.com/nehalsfoodstory?igshid=ZGUzMzM3NWJiOQ==