યુવાનોને આકર્ષવા નવી વ્યૂરચના સાથે કોંગ્રેસ મોવડીમંડળ ઉતરશે મેદાનમાં (વાંચો અહેવાલ).

 યુવાનોને આકર્ષવા નવી વ્યૂરચના સાથે કોંગ્રેસ મોવડીમંડળ ઉતરશે મેદાનમાં (વાંચો અહેવાલ).

ગુજરાત કોંગ્રેસમાં ઘણા સમયથી અંતરક્લહ ને ઠામવા કોંગ્રેસ હાઈકમાન્ડ રસ્તો શોધી રહ્યો છે. અમારા સૂત્રોની માહિતી પ્રમાણે ત્રણ મહિના સ્થાનિક સ્વરાજ અને ૬ નગરપાલિકાની ચૂંટણી પાછી જતાં કૉંગ્રેસ હાઈકમાન્ડ તાબડતોડ નવી વ્યૂરચના રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે.

કોંગ્રેસમાં ચાલતા ઘણા સમયથી અંતરક્લહ અને કોંગ્રેસ નેતાઓ વચ્ચે મનમોટાવ અને કોંગ્રેસ કાર્યકર્તા રોસ ઠાલવા તૈયારી ચાલુ કરી દીધી છે. સૂત્રો અનુસાર આવનારી પેટાચૂંટણીના પરિણામ અને દિવાળીની રજાઓ પછી તરત આ વ્યૂહરચના અમલમાં મુકવાની તૈયારી શરૂ કરી દીધી છે.

પ્રથમ ચરણમાં અમદાવાદ શહેરમાં પ્રયોગ તરીકે આ વ્યૂરચના અમલીકરણ કરવામાં આવશે.કોંગ્રેસ મોવડીમંડળ એક ગુપ્તયાદી તૈયાર કરી રહે છે જેમાં છેલ્લા ૧૦-૧૫ વર્ષ થી વિવિધ ક્ષેત્રમાં સક્રિય  રહેલા યુવા કોંગ્રેસ કાર્યકર્તાની યાદી તૈયાર કરી રહી છે જેમકે, સિરાજ કેસરી, ફહીમ શેખ, હિરેન બેન્કર, બાબુલ ભાવસાર, શુભમ દવે, ગુલામ ફ્રેઇમ, જયેશ ભડિયા, કુલદીપસિંહ વાઘેલા, ઇમરાન ટોપીવાલા વગેરે જેવા ૭૦ થી ૮૦ કાર્યકર્તાની યાદી તૈયાર કરવામાં આવી છે.

જે આવનાર સમયમાં વિવિધ ક્ષેત્રે કોંગ્રેસપાર્ટી જવાબદારી સોંપવામાં આવશે. કોંગ્રેસ હાઇકમાન્ડ આ વ્યૂરચનાથી એક તિરથી ઘણા બધા નિશાનો મારવાની વ્યૂરચના ગોઢવી રહી છે. અને આવનાર સમયમાં કોંગ્રેસ અંદર-અંદર જે મતભેદ છે તેને શાંત કરી ગુજરાત ૨૦૨૨ માં આવનાર વિધાનસભા અને આવતા વર્ષે આવનારી ૬ નગરપાલિકા અને સ્થાનિક સ્વારાજની ચૂંટણીમાં વિજય મેળવવાની તૈયારીઓ કરી રહી છે. જો આ પ્રયોગ સફર થશે તો બીજા રાજ્યમાં પણ આવનાર સમય કોંગ્રેસ આ વ્યૂરચના અમલ માં મુકશે.

Digiqole ad Digiqole ad

Simoni Shah

2 Comments

  • Trust to youth for success and progress

  • Trust to youth for success and progress.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *