આજે ભારતીય શેરબજારો ગ્રીન ઝોનમાં ખૂલી શકે છે, તેવું આંતરરાષ્ટ્રીય બજારોના ટ્રેન્ડ પર જોવા મળી રહ્યું છે. ખાસ કરીને SGX નિફ્ટીના ઇન્ડિકેટર પોઝિટિવ ટ્રેન્ડ દર્શાવી રહ્યા છે. મંગળવારે BSE Sensex 21 પોઈન્ટ વધીને 58136 પર પહોંચ્યો હતો જ્યારે Nift50 5.5 પોઇન્ટના વધારા સાથે 17345.50 પર પહોંચીને દૈનિક ચાર્ટ પર ડોજી પ્રકારની પેટર્ન બનાવી રહ્યો હતો અને સતત ચોથા સેશનમાં હાયર હાઈ હાયર લો ફોર્મેશન રચી રહ્યો હતો. તેમજ પાઈવેટ ચાર્ટ મુજબ નિફ્ટી માટે સપોર્ટ લેવલ 17,244 આપવામાં આવ્યું છે.
બીજી તરફ મંગળવારે વોલ સ્ટ્રીટ માટે ખાસ કંઈ મહત્વનું રહ્યું નથી અને યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ નેન્સી પેલોસીએ તાઈવાનની મુલાકાત લીધા બાદ ચીને ધમકી ઉચ્ચાર્યા બાદ અમેરિકન માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. નાસ્ડેક 0.16 પોઈન્ટ ઘટીને 12,348.76 પહોંચ્યો હતો જ્યારે ડો જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 1.23 ટકા ઘટીને 32,396.30 પોઇન્ટ પર આવી ગઈ હતી.
એશિયા પેસેફિક વિસ્તારના મોટાભાગના માર્કેટના ઇન્ડેક્સ બુધવારે ઉચ્ચ સ્તરે ટ્રેડ કરી રહ્યા હતા. મેઇનલેન્ડ ચીનનું શેરબજાર આજે ખુલતાવેંત જ વધારા સાથે ટ્રેડ કરી રહ્યું છે તો શંઘાઈ કોમ્પોસીટ 0.93 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. મહત્વનું છે કે મંગળવારે અમેરિકન નેતા નેન્સી પેલોસી તાઈવાન પહોંચ્યા તે પહેલા બંને માર્કેટમાં 3 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. આ જ રીતે સાઉથ કોરિયાનું કોસ્પી 0.4 ટકા અને કોસ્ડાક 0.67 ટકા તેમજ જાપાનનુ નિક્કી 225 0.49 ટકા જેટલું વધ્યું હતું.
આજે કેટલીક કંપનીઓના ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર થશે. આ કંપનીઓના શેર પર નજર રાખી શકાય છે. જેમાં Lupin, Adani Power, InterGlobe Aviation, Vodafone Idea, Godrej Consumer Products, Aditya Birla Capital, Adani Transmission, Adani Wilmar, BASF India, Birlasoft, Chambal Fertilisers, Devyani International, Firstsource Solutions, KEC International, Paras Defence and Space Technologies, PI Industries, Sandhar Technologies, Satin Creditcare Network, Speciality Restaurants, Tata Coffee અને Zuari Agro Chemicals સહિતની કંપનીઓનો સમાવેશ થાય છે.
ક્રૂડના ભાવ ઘટ્યા, યુએસ ડોલર વધુ મજબૂત બન્યો
બુધવારે પ્રાથમિક સોદામાં આંતરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલનો ભાવ ઘટ્યો છે. જ્યારે તેની સામે યુએસ ડોલર વધુ મજબૂત બન્યો છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર 94 સેન્ટ જેટલો તૂટ્યો છે.
ફેડ દ્વારા વ્યાજ દરોમાં વધારાના સંકેત જોતા ડોલર ચડ્યો
ફેડરલ રિઝર્વના અધિકારીઓએ વધુ આક્રમક રીતે વ્યાજ દરમાં વધારાની સંભાવના દર્શાવતા યુએસ ડોલર અન્ય આંતરાષ્ટ્રીય કરન્સી સામે ત્રણ અઠવાડિયામાં રાતોરાત તેના સૌથી મોટા ઉછાળાને પગલે બુધવારે પણ વધ્યો હતો.
NSEમાં આ સ્ટોક્સના ફ્યુચર એન્ડ ઓપ્શન પર પ્રતિબંધ
નેશનલ સ્ટોક એક્સચેન્જે 3 ઓગસ્ટ માટે પોતાની F&O પ્રતિબંધ સૂચિ હેઠળ એસ્કોર્ટ્સને ઉમેર્યો છે. F&O સેગમેન્ટ હેઠળના પ્રતિબંધ સમયગાળામાં સિક્યોરિટીઝમાં એવી કંપનીઓનો સમાવેશ થાય છે કે જેમાં સિક્યોરિટી માર્કેટ-વાઇડ પોઝિશન લિમિટના 95 ટકાને વટાવી ગઈ છે.