ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં સ્વતંત્રતા દિવસ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. 15 ઓગસ્ટના રોજ લખનઉમાં ફ્રીમાં ફિલ્મો બતાવવામાં આવશે. તમામ મલ્ટીપ્લેક્સમાં દેશભક્તિની ફિલ્મો દર્શાવવામાં આવશે. આ ફિલ્મો જોવા માટે ટિકીટ ખરીદવાની નહીં રહે. લખનઉના જિલ્લા અધિકારી સૂર્યપાલ ગંગવારે આદેશ જાહેર કર્યા છે.
જિલ્લા અધિકારીએ ફ્રીમાં ફિલ્મો દર્શાવવા માટેનો આદેશ આપ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ગયા વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય પર્વ ‘સ્વતંત્રતા દિવસે’ મલ્ટીપ્લેક્સમાં ફ્રીમાં દેશભક્તિની ફિલ્મો દર્શાવવામાં આવશે. મલ્ટીપ્લેક્સમાં સ્કૂલના બાળકો અને સામાન્ય જનતા માટે હિંદી ફીચર ફિલ્મનું નિ:શુલ્ક પ્રદર્શન ‘પહલે આઓ પહલે પાઓ’ના આધાર પર હશે.