ગુજરાતની ચૂંટણી ખૂબ જ રોમાંચક થતી જાય છે, જેમ જેમ ચુંટણી ના દિવસો નજીક આવતા જાય છે તેમ તેમ બધા રાજકીય પક્ષ એક્ટીવ વધારે થતાં દેખાઈ રહ્યા છે.
વાત કરીએ તો તમામ રાજકીય પક્ષ હવે સોશિયલ મીડિયા પર વધારે પ્રચાર માં ધ્યાન આપતા હોય છે.
તેને લઈ અત્યારે ગુજરાત વિધાનસભા ની ચૂંટણીઓ ના પ્રચાર માં બીજેપી અને કોંગ્રેસ કરતાં આપ નો પ્રચાર સોશિયલ મીડિયા પર વધારે થઈ રહ્યો છે.
આપ પાર્ટી નાં સોશિયલ મીડિયા ના પ્રચાર પાછળ તેમના ગોપાલ ઇટાલિયા અને ઈંશુંદાન ગઢવી જે બંને નેતા ગુજરાત માં વર્ષો થી એક જાણીતો ચેહરો રહ્યા છે.
ત્યારે તેમના ચાહહકો નો લાભ સોશિયલ મીડિયા પર દેખાઈ રહ્યો છે.
આપ પાર્ટી ના પ્રચાર ની કમાન ઘણા લાંબા સમય થી સંદિપ પાઠક જોઈ રહ્યા છે ત્યારે તેઓ કાર્યકર્તા ને એક્ટીવ રાખવા અને સતત પાર્ટી ના પ્રચાર મા વ્યસ્ત રાખવા ની કળા સારી રીતે જાણે છે.
સોશિયલ મીડિયા નાં પ્રચાર માં વાત કરવા જઈએ ગુજરાત એક સમય નરેન્દ્ર મોદી અને બીજેપી એ સૌથી પેલા શરુંવાત કરી અને તેઓ ની ટીમ નો દબદબો રહ્યો હતો.
ત્યાર બાદ ગુજરાત કોંગ્રેસ માં અર્જૂન મોઢવાડિયા એ નવો સોશિયલ મીડિયા વિભાગ ની રચના કરી ને કોંગ્રેસ નો પ્રચાર મજબૂત બનાવ્યો હતો.
તેમાં અર્જુન મોઢવાડિયા એ સોશિયલ મીડિયા ની જવાબદારી રોહન ગુપ્તા અને ઉમાકાંત માંકડ ને શોપી હતી ત્યાર બાદ એક સમય એવો પણ આવ્યો કોંગ્રેસ ગુજરાત માં સોશિયલ મીડિયા માં નંબર 1 ની ભૂમિકા માં રહ્યું હતું.
2012 થી લઈ ને 2015 સુધી નરેન્દ્ર મોદી ના સોશિયલ મીડિયા પ્રચાર ની બનાવેલી ટીમ ને અર્જુન મોઢવાડિયા દ્વારા બનાવેલી ટીમ પુરી તાકાત થી ટક્કર આપી હતી.
પરંતુ સમય જતાં હવે એજ ઘટના ફરી દેખાઈ રહી છે બંને પાર્ટી ને પાછળ છોળી ને આપ હવે ગુજરાત ની ચૂંટણી ના મેદાન માં હવે નંબર 1 ની ભૂમિકા માં આવી ગયુ છે.