દરિયાપૂરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખની લોકપ્રિયતામાં ટૂંક જ સમયમાં નોંધપાત્ર વધારો!

 દરિયાપૂરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખની લોકપ્રિયતામાં ટૂંક જ સમયમાં નોંધપાત્ર વધારો!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 1 વર્ષ બાકી છે ત્યારે THIRD EYE કંપની દ્વારા આવનાર સમયમાં આવતી વિધાનસભાની ચુંટણીને અનુસંધાનમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

THIRD EYE કંપની દ્વારા વિવિધ ક્ષેત્રે દરિયાપુર વિધાનસભામાં ગયા મહિને એક સર્વે હાથ ધરવામાં આવ્યો, જેમાં કોંગ્રેસ પક્ષના ચાલુ ધારાસભ્ય ગ્યાસુદીન શેખના કામકાજને લઇ એક સર્વે કરવામાં આવ્યો અને ઘણા લોકોનાં અભિપ્રાય લેવામાં આવ્યા હતા. છેલ્લી ત્રણ ટર્મ થી જીતતા આવતા કોગ્રેસનાં ધારાસભ્ય ગ્યાસુદીન શેખ કોગ્રેંસ પાર્ટીમાં અને લઘુમતી સમાજમાં વગદાર નામ ધરાવે છે. સર્વે માં દરિયાપુર વિધાનસભામાં THIRD EYE દ્વારા વિવિધ પ્રશ્નનો ને લઇ ટોટલ ૧૮૭૩ લોકોના સેમ્પલ ના આધારે ૬૫% લોકો ગ્યાસુદીન શેખનાં કામથી ખુશ છે.૩૩% લોકો બહુ સરસ પણ નહીં અને બહુ ખરાબ પણ નહીં ના અભિપ્રાય આપ્યાં હતાં તેમજ ૫% લોકો નાખુશ છે તેવું જણાયું હતું. બીજા એક પ્રશ્નમાં ૧૨% લોકો AIMIM પાર્ટીને પસંદ કરે છે તેવું જણાયું હતું.

આ સર્વેના આધારે એક વાત સ્પષ્ટ થાય છે કે છેલ્લા થોડા સમયમાં ગ્યાસુદીન શેખે કરેલ કામથી ગરીબ તેમજ મધ્યમવર્ગ ના વ્યક્તિઓ ખુશ છે અને તેમને દરિયાપુર વિધાનસભા માટે ફરી પસંદ પણ કરે છે.

તેવું મનાય છે કે દરિયાપુર વિધાનસભાના સમીકરણો માં મુસ્લિમ વોટર્સ વધારે હોવાથી AIMIM મુસ્લિમ વોટ નું ધ્રુવીકરણ કરી શકે છે, પરતું કોર્પોરેશન પરીણામ જોતા આ માન્યતા ખોટી સાબિત થાય છે. અને આવનાર વિધાનસભાના ઈલેકશન માં મજબૂતી થી પાયાના કાર્યકરો સાથે ચાલશે તો ફરી ગ્યાસુદ્દીન શેખ પોતાની જીત નિશ્ચિત કરી શકશે.

Digiqole ad Digiqole ad

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *