દરિયાપૂરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખની લોકપ્રિયતામાં ટૂંક જ સમયમાં નોંધપાત્ર વધારો!
અમદાવાદના શહેર કોંગ્રેસના ચારેય ધારાસભ્યના વિસ્તારનું સર્વે શૈલેષ પરમાર, ઇમરાન ખેડાવાલાની લોકપ્રિયતા વધી હિમંતસિંહ પટેલની યથાવત, ગ્યાસુદ્દીનશેખની લોકપ્રિયતા ઘટી વાંચો અહેવાલ

૨૦૨૦ વર્ષ પૂર્ણ થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ એવું વર્ષ છે જે વિશ્વનું માનવ ક્યારેય નહીં ભૂલી શકે. ૨૦૧૭ ગુજરાત વિધાનસભાના પરિણામને 3 વર્ષ પૂર્ણ થવામાં ૧ મહિનો બાકી છે.જયારે શહેરના કોંગ્રેસ ના ચારેય ધારાસભ્યના હિસાબ કિતાબ માટે પોતાના મત વિસ્તારમાં લોકોનો કામકાજ અભિપ્રાય DOXHOX COMPANY દ્વારા સર્વેમાં કરવામાં આવ્યો. આ સર્વેમાં 10 સવાલ દર વિધાનસભા ૬૦૦ સેમ્પલ કુલ ૨૪૦૦ લેવામાં આવ્યાં. જેમાં ધારાસભ્યના કામો અને કાર્યકર્તા વચ્ચેનો સંવાદ વિવિધ જાતિ વચ્ચે લોકપ્રિયતા અને વ્યવહાર વિશે ચર્ચા કરવામાં આવી.
સરેરાશને અનુસાર શૈલેષ પરમાર જે છેલ્લે ૧૫ વર્ષથી લગાતાર પોતાના વિસ્તારમાં જીતતા આવ્યાં છે, અને ગુજરાત કોંગ્રેસમાં પ્રભાવશાળી નેતા જેમની છબી ઉપસી આવી છે. શૈલેષ પરમારની લોકપ્રિયતામાં વધારો જોવા મળી રહ્યો છે. ૫૧% લોકોએ કામકાજથી ખુશ છે. ૩૩% લોકો નાખુશ છે. ૧૬%એ કોઈ અભિપ્રાય આપેલ નથી.
બીજા સિનિયર નેતા અને ચાલુ ધારાસભ્ય હિમંતસિંહ પટેલ જે મેયર રહી ચુક્યા છે. અને અમદાવાદ શહેર કોંગ્રેસની અંદર મોટું નામ ધરાવે છે. એમની લોકપ્રિયતામાં યથાવત જોવા મળી છે. જે 3 વર્ષ પહેલા ૨૦૧૭ માં યથાવત હતી તેવી ૨૦૨૦માં જોવા મળી રહી છે. ૪૧% લોકો કામકાજથી ખુશ, 3૬% લોકો નાખુશ અને ૨૩% લોકો એ અભિપ્રાય આપ્યો નહીં.
અન્ય ધારાસભ્ય ગ્યાસુદીન શેખ જે લઘુમતી સમાજમાં મોટું નામ ધરાવે છે. અને છેલ્લા ૧૫ વર્ષથી દરિયાપુર વિધાનસભામાં જીતતા આવ્યાં છે. એમની લોકપ્રિયતામાં 3 વર્ષની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો જેવા મળી રહ્યો છે. લોકડાઉન પછી એમની લોકપ્રિયતામાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે. ૪૫% લોકો નાખુશ, ૨૯ % લોકો ખુશ અને ૨૬% લોકોએ અભિપ્રાય આપવાનો ઇન્કાર કરીયો.
ચોથા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા જે લઘુમતી વિસ્તારમાંથી ચૂંટાઈને આવે છે. તેમની લોકપ્રિયતા ૨ વર્ષની સરખામણી માં નોંધપાત્ર વધારો જેવા મળે છે. આટલી લોકપ્રિયતા જમાલપુરમાં એક જમાનામાં માજી ધારાસભ્ય ઉસ્માન દેવડીવાલાની હતી. અને ૨૦૧૨માં જે સાબિર ભાઈ કાબલિવાલાની હતી એવી લોકપ્રિયતા જોવા મળી રહી છે. ૬૨% લોકો કામકાજથી ખુશ છે, ૨૧% લોકો નાખુશ છે અને ૧૭% લોકોએ કોઈ અભિપ્રાય આપ્યો નથી.
જયારે અન્ય એક સર્વે જે કોગ્રેંસના કાર્યકર્તાઓની વચ્ચે અને ધારાસભ્યના સંવાદની વાતચીતના વિષય કરવામાં આવી છે. એમાં ૪૭% દાણીલીમડાના કોગ્રેંસના કાર્યકર્તામાં શૈલેષભાઈ ના કામકાજથી સંતુષ્ટ છે. હિમંતસિંહ પટેલ ૩૧% લોકો બાપુનગરના કોગ્રેંસ કાર્યકર્તાના કામથી ખુશ છે જયારે ગ્યસુદીન શેખ દરિયાપુરમાં કોગ્રેંસ કાર્યકર્તાનો મોટો વર્ગ નારાજ જોવા મળી રહ્યો છે.અને ૨૩% લોકો જ કાર્યથી સંતુષ્ટ જોવા મળી રહ્યા છે. જયારે ઇમરાન ખેડાવાલામાં ૪૫% લોકો કોગ્રેંસના જમાલપુરના કાર્યકર્તાઓ કામકાજથી સંતુષ્ટ છે.
આ સર્વેથી એ સ્પષ્ટ થાય છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ૨૦૨૨માં વિધાનસભા જીતવા કોંગ્રેસ ગુજરાતમાં વધારે આક્રમતા જુસ્સો લઇ પ્રજાની વચ્ચે જશે અને જે રીતે અમદાવાદ શહેરના ચારેય ધારાસભ્યની લોકપ્રિયતા છે એ જાળવી રાખી અને ૨૦૨૨માં કોંગ્રેસસત્તા ના સિંહાસન મેળવવા પ્રયન્ત કરશે.

