પ્રતિ
મા.મ્યુનિસિપલ કમિશનરશ્રી
સુરત મહાનગરપાલિકા
સુરત.
વિષય÷:- પાલિકા સંચાલિત બી.આર.ટી.એસ તથા સીટી બસ દ્વારા કોઈપણ જગ્યાએ એક્સિડન્ટમા મૃત્યુ થાય તો તેમના પરિવારને તાત્કાલિક પાંચ લાખની સહાય તેમ જ સુરત મહાનગરપાલિકામાં નોકરી આપવા બાબત
જય ભારત સાથે આપ સાહેબને જણાવવાનું કે, સુરત મહાનગરપાલિકા દ્વારા બી.આર.ટી.એસ બસની સેવા સુરતના લોકોને પૂરી પાડવામાં આવે છે જે સીટી બસ તથા બી.આર.ટી.એસ. બસોની અડફેટે 100 થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે., ક્યારેક તો કોઈ વ્યક્તિ જે પરિવારનો આધાર સ્તંભ હોય છે જેને કારણે આખા પરિવારનું ગુજરાન ચાલતું હોય છે., ગઈકાલે કતારગામ દરવાજા ખાતે બ્લુ બસમાંથી દરવાજા પાસે ઊભેલો વ્યક્તિ નીચે પડી જવાથી તે જ બસના પાછલા વ્હીલમાં આવી જતા તેનું સ્થળ પર જ અવસાન થયું હતું તે પરિવારમાં એ એકલો કમાવા વાળો વ્યક્તિ હતો આજે એ પરિવારે પોતાનો મુખ્ય વ્યક્તિ ગુમાવ્યો અને બાળકો અને તેની પત્નીએ પોતાનો આધાર સ્તંભ ગુમાવ્યો છે. ત્યારે આવા સમયમાં સુરત મહાનગરપાલિકા મદદે આવે તો એ પરિવાર પોતાની પાછલી જિંદગીમાં મુશ્કેલીઓનો ઓછો સામનો કરવો પડે તે માટે સહાયરૂપ બની રહે તેવા હેતુસર પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાય આપવા અને સુરત મહાનગરપાલિકામાં એના પરિવારમાંથી કોઈ એક વ્યક્તિને રહેમરાહે નોકરી આપવામાં એવી જેથી કરીને પરિવાર ગુજરાન ચલાવી શકે અને તેમના પરિવારને કોઈ પાસે મદદ માગવી ન પડે.
તાજેતરનો જ એક દાખલો છે, સુરત મહાનગરપાલિકાના ઇલેકશન વોર્ડ નંબર-20 ના કોર્પોરેટરશ્રીનું અવસાન થતાં તેમની દીકરીને સુરત મહાનગરપાલિકાએ ખાસ કેસમાં નોકરી આપી જે આવકારદાયક પગલું છે અને સાથે સાથે કહેવા માગું છું સુરત મહાનગરપાલિકામાં નોકરી કરતા કોઈપણ કર્મચારીનું અવસાન થાય છે ત્યારે એમના પરિવારમાંથી કોઈને નોકરીએ લેવામાં આવે છે જેથી તેમના પરિવારને રઝળતા બજાવી શકાય તો શા માટે શહેરના સામાન્ય અને મધ્યમ વર્ગના નાગરિકોના બીઆરટીએસ બસમાં એક્સિડન્ટ થાય તો એને આર્થિક વળતર તથા તેમજ તેના પરિવારને નોકરી આપવામાં આવતી નથી ?
મારી આપશ્રી સમક્ષ શહેરના નાગરિકોના હિતમાં અને સમાન ન્યાયના સિદ્ધાંત અનુસાર પાલિકાની બસોના અડફેટે મૃત્ય પામનાર નાગરિકોના વારસદારોને પાલિકામાં નોકરી આપવા તથા આર્થિક વળતર પેટે પાંચ લાખની સહાય આપવા વ્યવસ્થા કરવા સામાન્ય સભા સમક્ષ દરખાસ્ત લાવશોજી.
આજ દિવસ સુધી બીઆરટીએસ બસમાં 100 થી વધુ લોકોના મૃત્યુ થયા તો પણ સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી તેમજ કમિશનરશ્રી તેમજ ચૂંટાયેલા કોઈપણ ધારાસભ્યો, સંસદ સભ્યો કે કોર્પોરેટરો તેમજ ઉંચા પદાધિકારીઓમાંથી કોઈપણ એ પરિવારને મળવા ગયું નથી તેમ જ સુરત મહાનગરપાલિકા તરફથી આશ્વાસન રૂપે કોઈ પત્ર પણ આજ દિવસ સુધી મોકલવામાં આવ્યો નથી
શું આપણા સુરત શહેરના આજ સંસ્કાર છે ? કે, કોઈને પણ આશ્વાસન પણ આપવું નહીં. કોઈ પરિવારે એમના ઘરનો વ્યક્તિ ગુમાવ્યો હોય આવા સમયે એમને ખાલી મળવા જાવ ને એમને હિંમત આપો તો પણ એ પરિવારમાં હિંમત રહેશે પરંતુ આપણે એમાંથી પણ કાયમ માટે બહાર આવી રહ્યા છીએ……..
સાથે સાથે કહેવા માગું છું ગઈકાલે એક્સિડન્ટમાં જે યુવાનનું અવસાન થયું છે તેના પરિવારને તાત્કાલિક સહાય આપવામાં આવે અને એમના પત્નીને સુરત મહાનગરપાલિકામાં નોકરી આપવામાં આવે
હું સુરત મહાનગરપાલિકા કમિશનરશ્રી તેમજ મેયરશ્રી ને કહેવા માગું છું આગામી સમયમાં આવી બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે. એવી મારી માંગણી અને લાગણી છે.
દિનેશ કાછડીયા
પૂર્વ કોર્પોરેટર
સુરત મહાનગરપાલિકા.
નકલ રવાના જરૂરી જાણ અને કાર્યવાહી કરવા સારૂ :
મા.શ્રી પરેશભાઇ પટેલ મા.અઘ્યક્ષશ્રી-સ્થાયી સમિતિ સુરત મહાનગરપાલિકા.
શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા મા.મેયરશ્રી સુરત મહાનગરપાલિકા.
મા.શ્રી દિનેશભાઇ જોધાણી મા.ડે.મેયરશ્રી સુરત મહાનગરપાલિકા.
મા.શ્રી અમિતસિંગ રાજપુત મા.નેતાશ્રી-શાસક પક્ષ સુરત મહાનગરપાલિકા.
મા.શ્રી ધર્મેશભાઇ ભંડેરી મા.નેતાશ્રી-વિરોધપક્ષ સુરત મહાનગરપાલિકા.