RBIએ લોન લેનાર અને આપનાર માટે લોન રિસ્ટ્રક્ચરિંગની જાહેરાત કરી છે. જાણો તમને શું ફાયદો મળશે?

 RBIએ લોન લેનાર અને આપનાર માટે લોન રિસ્ટ્રક્ચરિંગની જાહેરાત કરી છે. જાણો તમને શું ફાયદો મળશે?

31 ઓગસ્ટના રોજ લોન મોરેટોરિયમ (Loan Moratorium)ની મુદત પૂર્ણ થઈ રહી છે. જે બાદમાં લોન લેનાર લોકોએ ડિફૉલ્ટથી બચવા માટે લોનનો હપ્તો સમયપર ચૂકવવાનો રહેશે. જોકે, વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને RBIએ લોન લેનાર અને આપનાર માટે લોન રિસ્ટ્રક્ચરિંગની જાહેરાત કરી છે.31મી ઓગસ્ટ, 2020ના રોજ ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India) તરફથી જાહેર કરવામાં આવેલા લોન મોરેટોરિયમ (Loan Moratorium)ની મુદત પૂર્ણ થઈ રહી છે. કોરોનાને કારણે લાગેલા લૉકડાઉન (Lockdown)ને પગલે ભારતીય મધ્યસ્થ બેંકે ત્રણ મહિનાના મોરેટોરિયમની જાહેરાત કરી હતી. જે બાદમાં તેની મુદતમાં ત્રણ મહિનાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે આ મુદત 31મી ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ રહી છે. આરબીઆઈ તરફથી બીજી વખત મુદતમાં વધારો કરવામાં આવ્યા બાદ અનેક બેન્કર્સે (Bankers) હવે આ મુદતમાં વધારે ન કરવામાં આવે તેવી માંગણી કરી હતી. તેમનો દાવો હતો કે તેનાથી નાણાકીય વ્યવસ્થા પર ખૂબ ગંભીર અસર પડશે.

બીજા તબક્કામાંથી ઓછા લોકોએ લોન મોરેટોરિયમનો ફાયદો લીધો

જેફરીઝ રિસર્ચ રિપોર્ટમાં માલુમ પડ્યું છે કે બીજી વખત લોન મોરેટોરિયમ લેનાર લોન ધારકોની સંખ્યા ઘટી છે. પ્રથમ તબક્કામાં 31 ટકા લોન ધારકોએ આનો ફાયદો લીધો હતો, જ્યારે બીજા તબક્કામાં 18 ટકા લોન ધારકોએ આનો ફાયદો ઉઠાવ્યો હતો. આના પાછળ મુખ્ય બે કારણ છે. જેમ જેમ આર્થિક ગતિવિધિ શરૂ થતી ગઈ તેમ તેમ લોન ધારકોએ લોનની ચૂકવણી શરૂ કરી દીધી હતી. બીજું કે બેંકો પણ મોરેટોરિયમનો લાભ આપવા માટે થોડી કડક બની હતી.

ભારતીય રિઝર્વ બેંકે આ મહિનાની શરૂઆતમાં કહ્યુ હતુ કે તેઓ લોન આપનારને લોન રિસ્ટ્રક્ચરિંગ (Loan Restructuring Scheme)ની સુવિધા આપશે. જેનાથી એવા લોકોને રાહત મળશે જેઓ વર્તમાન સંકટને કારણે લોનની ચૂકવણી નથી કરી શકતા. રિસ્ટ્રક્ચરિંગની સુવિધા અંતર્ગત લોન લેનારને નવું શિડ્યૂલ આપવામાં આવશે. જેનાથી તેઓ લોન ચૂકવી શકશે.
RBIએ લેન્ડર્સ (લોન આપનાર) માટે વન-ટાઇમ રિસ્ટ્રક્ચરિંગ સ્કીમ (One-Time Restructuring Scheme)ની જાહેરાત કરી છે. જે અંતર્ગત લોનની ચૂકવણીની શરતોમાં ફેરફાર કરી શકાય છે. આ અંતર્ગત લોન લેનારનું એકાઉન્ટ સ્ટાન્ડર્ડ જ ગણવામાં આવશે. આ એકાઉન્ડને ડિફૉલ્ટર કે પછી નૉન-પર્ફોર્મિંગ એકાઉન્ટ નહીં ગણવામાં આવે. સામાન્ય રીતે ચૂકવણી કરવામાં નિષ્ફળ રહ્યાના 90 દિવસ પછી આવા ખાતાઓને NPA ગણી લેવામાં આવે છે.

રિસ્ટ્રક્ચરિંગ વિન્ડો ક્યાં સુધી શરૂ રહેશે?

RBI તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, બેંક 31મી ડિસેમ્બર, 2020 સુધી યોગ્ય લોન્સને રિસ્ટ્રક્ચર કરશે.

નૉન-બેન્કિંગ સંસ્થા અને સહકારી બેંકોની લોનનું શું?

RBIના કહેવા પ્રમાણે તમામ સરકારી બેંક, ખાનગી બેંક, ભારતમાં કાર્યરત વિદેશી બેંક, સ્મૉલ ફાઇનાન્સ બેંક, લોકલ એરિયા બેંક, ક્ષેત્રીય ગ્રામીણ બેંક, શહેરી સહકારી બેંક, રાજ્ય સહકારી બેંક, જિલ્લા કેન્દ્રીય સહકારી બેંક, નૉન-બેન્કિંગ નાણાકીય સંસ્થા, હાઉસિંગ ફાઇનાન્સ કંપની અને અખિલ ભારતીય નાણાકીય સંસ્થાઓને આ સુવિધા આપવામાં આવી છે.

શું તમામ લોન રિસ્ટ્રક્ચરિંગ માટે યોગ્ય હશે?

આ સ્કીમ એ તમામ પર્સનલ અને કોર્પોરેટ લોન માટે છે જે નાણાકીય સંકટને કારણે સ્ટ્રેસમાં છે. આ માટે અમુક શરતો પણ છે.

લોન લેનાર માટે શું શરતો છે?

આ સ્કીમનો લાભ ફક્ત એવા જ લોન ધારકો લઇ શકશે જેમણે અત્યાર સુધી સમય પર પેમેન્ટ કર્યું છે. એક શરત એવી પણ છે કે 31મી માર્ચ, 2020 સુધી ઓછામાં ઓછા 30 દિવસ માટે તેમણે કોઈ રકમ બાકી ન રાખી હોય.

વ્યક્તિગત લોન ધારકોને રિસ્ટ્રક્ચરિંગનો લાભ મળશે?

લોન લેનાર કોઈ પણ વ્યક્તિ માટે રિસ્ટ્રક્ચરિંગનો મતલબ એવો થશે કે લોનની શરતમાં ફેરફાર થશે. જેમ કે પેમેન્ડ રિશિડ્યૂલ કરવામાં આવશે, નાની લોન માટે લોનના દરમાં ફેરફાર, મોરેટોરિયમનો લાભ આપવા જેવા બદલાવ. આ લાભ બે વર્ષથી વધારે સમય માટે નહીં હોય. તમામ યોગ્ય લોન લેનારાઓને ખાતાઓને સ્ટાન્ડર્ડ ખાતા તરીકે જ ગણવામાં આવશે.

પર્સનલ રિસ્ટ્રક્ચરિંગ માટે બેંકનો શું નિયમ છે?

લેન્ડર્સ/બેંકોને કોઈ પણ લોનને રિસ્ટ્રક્ચર કરવા માટે અથવા રિઝૉલ્યુશન માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો તેઓ આ મુદતમાં આને લાગૂ કરવામાં નિષ્ફળ રહે છે તો કોવિડ 19 લોન રિસ્ટ્રક્ચરિંગ સ્કીમ અંતર્ગત કોઈ લાભ નહીં મળે. તેને નૉન-પરફોર્મિંગ એસેટ જાહેર કરી દેવામાં આવશે.

રિસ્ટ્રક્ચરિંગ માટે RBIની એક્સપર્ટ કમિટિની શું ભૂમિકા રહેશે?

અનુભવી બેન્કર કે.વી.કામથની આગેવાની હેઠળ એક નિષ્ણાત સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિ આરબીઆઈને લોન રિકાસ્ટ સ્કીમ અંગે સલાહ આપશે.

Digiqole ad Digiqole ad

Simoni Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *