રાજકોટ : પતિએ પત્નીને વીડિયો કોલ કરી ‘ચાલો હું જાવ છું, છેલ્લા રામ રામ’ કહી ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

 રાજકોટ : પતિએ પત્નીને વીડિયો કોલ કરી ‘ચાલો હું જાવ છું, છેલ્લા રામ રામ’ કહી ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

રાજકોટ શહેરના કાલાવડ રોડ ઉપર રંગોલી પાર્કમાં કારખાનેદારે ઉપરના માળે જઈ પત્નીને વીડિયો કોલ કરી ‘ચાલો હું જાવ છું છેલ્લા રામ રામ’ તેવું કહી ફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે. આ સાથે માફ કરજો, પત્નીને સાચવજો લખેલી સ્યુસાઈડ નોટ પણ તાલુકા પોલીસે કબ્જે કરી આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

પોતાના ઘરે જ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

પ્રાપ્ત વિગત મુજબ શહેરના કાલાવડ રોડ ઉપર રંગોલી પાર્ક ફ્લેટમાં રહેતા હરેશભાઈ તુલસીરામ નજકાણીએ ગઇકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા 108નો સ્ટાફ દોડી ગયો હતો. 108ની ટીમે તપાસી મૃત જાહેર કરતા તાલુકા પોલીસ સ્ટેશનના હરદેવસિહ રાઠોડ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી.

પત્ની પાલતુ શ્વાન બહાર નીકળતા તેને લેવા ગઇ હતી
પ્રાથમિક તપાસમાં હરેશભાઈને ગોકુલનગરમાં ભાડાની જગ્યામાં લાઈટરનું કારખાનું છે અને પ્રથમ પત્ની સાથે છૂટાછેડા થઇ ગયા બાદ હાલ બીજી પત્ની સાથે રિલેશનશીપમાં રહેતા હતા. સવારે કૂતરું ઘરની બહાર નીકળી જતા પત્ની તેને લેવા જતા પોતે ઉપરના માળે ગયા હતા અને પત્નીને વીડિયો કોલ કરી ચાલો ‘હું જાવ છું, છેલ્લા રામ રામ’ કહેતા પત્નીએ શું કારો છો તેમ કહેતા વીડિયો કોલમાં પત્નીની નજર સામે જ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે સ્યુસાઈડ નોટ પણ કબ્જે કરી છે. જેમાં મને માફ કરજો, મારા પત્નીને સાચવજો, તેને તેનો રસ્તો કરી દેજો તેવો ઉલ્લેખ છે. પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

14 દિવસ પહેલા યુવતીએ આપઘાત કર્યાનો બનાવ બન્યો હતો
14 દિવસ પહેલા કુવાડવા ગામે આંબલીવાળી શેરીમાં રહેતી ધારા રમેશભાઇ ચૌહાણ નામની યુવતીએ તેના ઘરે દોરીથી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ.એ.પી.નિમાવત સહિતનો સ્ટાફ દોડી ગયા હતા. પોલીસ તપાસમાં ધારાની સગાઇ હજુ 23 દિવસ પહેલા જ થઇ હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ ગંજીવાડા-7માં રહેતા હિતેશ બટુકભાઇ જીંજરિયા નામના યુવાને તેના ઘરે દોરીથી ગળાફાંસો ખાઇ લીધો હતો. 108ની ટીમે મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી.

Digiqole ad Digiqole ad

Simoni Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *