ગુજરાત માં ઇલેક્શન નો માહોલ જામી ચૂકયો છે દરેક પાર્ટી તેનાં ઉમેદવારો નકકી કરવાની પ્રક્રિયા ચાલું કરી દીધી છે .
આપ ની વાત કરીએ તો તેઓ તેના ઉમેદવાર ને જાહેર કરવાની શરૂ કરી દીધા છે પરંતુ આજે વાત કોંગ્રેસ ની કરીએ તો ગઈ કાલે રાહુલ ગાંધી એ ગુજરાત ની મુલાકાત લીધી .
રાહુલ ગાંધી એ નેતાઓ સાથે મુલાકાત કરી તેમાં તેઓ એ ચર્ચા કરી છે અમદાવાદ ના ઉમેદવારો ના લિસ્ટ ની.
તેમા જોવા જઈએ તો સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તેમાં રાહુલ ગાંધી એ અમદાવાદ ના ચાલું ધારાસભ્યો માંથી એક સિટ ઊપર યુવા ઉમેદવાર ને ઉતારી યુવાન વિધાનસભા માં નેતૃત્વ કરે તેવી ઈચ્છા દર્શાવી છે .
જેમાં જોવા જઈએ તો રાહુલ ગાંધી એ લઘુમતી ની સીટ પર થી ઈચ્છા વ્યક્તિ કરી છે તેવું જાણવા મડી રહ્યું છે.
જ્યારે કોંગ્રેસ પાર્ટી ની લઘુમતી ની સીટ ની વાત કરીએ તો હાલ તેઓ પાસે દરિયાપુર અને જમાલપુર 2 બેઠક છે.
જો સૂત્રો તરફ થી માહિતી સાચી હોય તો આ બંને સિટ પર સીટીંગ ઉમેદવાર ને બદલે યુવાન ને ટિકિટ આપવા માં આવી શકે છે.