રાજસ્થાન ના મુખ્યમંત્રી અશોક ગેહલોત જેઓ રાજનીતિ ના જાદુગર તરીકે ઓળખાઈ છે .
પરંતુ છેલ્લા એક મહિના થી જે રીતે રાજનીતિ ની જમાવટ જામી છે તેને જોતા જાદુગર પોતે ચક્રવ્યૂહ માં ફસાયા હોય તેવું દેખાઈ રહ્યું છે.
અશોક ગેહલોત ની પેહલી મુસીબત સામે આવી જ્યારે કોંગ્રેસ પાર્ટી તેમણે પ્રમુખ બનાવા માંગતી હતી પરંતુ તેઓ પ્રમુખ બનવા માટે તૈયાર ના હોય તેવું દેખાઈ રહ્યું હતું.
જેવો પાર્ટી તરફ થી આદેશ કરવા માં આવ્યો તેવો જ તેમનાં જૂથ ના ધારાસભ્યો દ્વારા પાર્ટી ને ધમકી અને પાર્ટી છોડવાની વાતો સામે આવવા લાગી.
તેનું મુખ્ય કારણ એ હતું કે અશોક ગેહલોત પ્રમુખ બનવા તૈયાર થયા પરંતુ રાજસ્થાન ના મુખ્યમંત્રી તરીકે સચિન પાયલોટ ને બનાવ્વા નહોતા માંગતા .
તેના માટે રાજનીતિ ગરમાઈ છેલ્લે એવું નિર્ણય કરવા માં આવ્યો કે તેઓ રાજસ્થાન ના મુખ્યમંત્રી તરીકે જ જવાબદારી સંભાળસે.
આ બધી રાજનીતિ પછી અશોક ગેહલોત ની મુસીબત ત્યાં વધી કે કોંગ્રેસ નો યુવા વર્ગ તેમના થી ભયંકર નારાજ થયો અને ગાંધી પરીવાર અને વરિષ્ઠ નેતા ઓ પણ તેમના આ પગલાં થી નારાજ દેખાઈ રહ્યા છે.
ત્યાર બાદ તેઓ રાજસ્થાન સરકાર ના કાર્યક્રમ મા અદાણી સાથે નજરએ પડતાં મૂસીબત ઓર વધી સત્તા પક્ષ એ તેમને ઘેરવા નો પ્રયાસ કર્યો સાથે કોંગ્રેસ ના યુવા નેતાઓ પણ નારાજ થયા .
હવે આગળ જોવાનું રહેશે કે અશોક ગેહલોત આ બધી મુસીબત માં થી બહાર આવી કાર્યકર્તા ઓ નું દિલ જીતી શકે છે કે કેમ ..