વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી 10 ઓક્ટોબરના રોજ ભરૂચ જિલ્લાના આમોદ ખાતેથી ગુજરાત સરકારના જાહેર સાહસ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લી.(GACL)ના રૂ.૪૧૦૫ કરોડના વિવિધ વિસ્તરણ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે…
GACL એ ક્લોરોમીથેન્સ, કોસ્ટિક સોડા વિસ્તરણ, હાઈડ્રેઝીન હાઈડ્રેટ અને જીએનએએલ પ્રોજેક્ટનું નિર્માણ કર્યું છે; ગુજરાત આલ્કલીઝ દેશમાં સૌ પ્રથમ હાઈડ્રાઈઝિન હાઈડ્રેટ ઉત્પાદન કરનારી કંપની બનશે.