OnePlus નો ધમાકેદાર સ્માર્ટફોન માર્કેટમાં આવી રહ્યો છે! લોન્ચિગ પહેલાં જ લોકો થઈ રહ્યાં છે દિવાના!

 OnePlus નો ધમાકેદાર સ્માર્ટફોન માર્કેટમાં આવી રહ્યો છે! લોન્ચિગ પહેલાં જ લોકો થઈ રહ્યાં છે દિવાના!

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની OnePlus આ મહિને OnePlus 9RT સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીના CEOએ ચીની માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ પર તેનું ટીઝર શેર કર્યું છે. OnePlus 9RT સાથે જોડાયેલી કેટલીક માહિતી પહેલા પણ આવી ચુકી છે, જો કે હવે OnePlus 9RTની તસ્વીરો પણ લીક થઈ છે. આવો જાણીએ શું હશે આ ફોનની ખાસિયતો. OnePlus 9RTને કંપની 13 ઓક્ટોબરના લોન્ચ કરશે. આ પહેલા ફોનના ઓફિશિયલ રેન્ડર્સ લીક થયા છે. બેંચમાર્ક ડેટાબેસમાં આ પહેલા પણ આ સ્માર્ટફોનની કેટલીક માહિતી સામે આવી હતી.

OnePlus 9RTની ડિઝાઈનની વાત કરવામાં આવે તો OnePlus 9 સીરિઝથી મળતી આવે છે. ખાસ કરીને ફોનની બેક પેનલ. જો કે આ ફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. રિયર કેમેરામાં ડ્યુઅલ LED ફ્લેશ આપવામાં આવી છે. ફોનના ફ્રંટમાં ઓલ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનના ટોપ લેફ્ટ પર ડોટ નોચ આપવામાં આવ્યું છે. આ ફોનમાં 120Hz રિફ્રેશ રેટવાળી ક્વોડ HD સ્ક્રિન મળી શકે છે. આ ફોનમાં યુઝરને 4500mAHની લોન્ગ લાસ્ટિંગ બેટરી આપવામાં આવી છે. સાથે જ 65Wનો ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ફોનને કંપની ચીનમાં 13 ઓક્ટોબરના લોન્ચ કરશે.

OnePlus 9RTમાં 50 મેગાપિક્સલનો SONY IMX766 સેંસર આપવામાં આવી શકે છે. આ ફોનમાં Qualcomm Snapdragon 870 મળી શકે છે. આ ફોનને કંપની 2 વેરિયંટમાં લોન્ચ કરી શકે છે. OnePlus 9RTને ભારતમાં ક્યારે લોન્ચ કરવામાં આવશે તે હજુ જાણી શકાયું નથી. જો કે કંપની માટે ભારતીય માર્કેટ શ્રેષ્ઠ છે, તેથી ભારતમાં આગામી દિવસોમાં ફોન લોન્ચ થઈ શકે છે.

Digiqole ad Digiqole ad

Simoni Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *