નંબર 1 (1,10, 19 અને 28મીએ જન્મેલા લોકો)
પરિવારમાં વડીલોના આશીર્વાદ લેતા રહો. તમારી મેચ્યોરિટીના કારણે તમે ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ કરી શકશો, અન્ય લોકો તમારા પર્ફોર્મન્સ માટે કોમ્પ્લીકેશન્સ ઊભા કરી શકે છે. સફળતા મેળવવા માટે ઓફિસમાં તમારા સીનિયર્સ સાથે કામ કરો અને મીટિંગ માટે ટ્રાવેલિંગનો પ્લાન બનાવો. ગ્રાહકો અને કુટુંબીજનો સાથે સારા સંબંધો સ્થાપિત કરવા અને તેમનો વિશ્વાસ પ્રાપ્ત કરવા માટે આજે શુભ દિવસ છે. તમારે તમારી લાઈફમાં ડિપ્લોમેટીક બનવું પડશે. રોકાણ અને હાઈ રિટર્ન મેળવવા માટે તમારા નોલેજનો સફળતાપૂર્વક અમલ કરવામાં આવશે.
માસ્ટર કલર: બેઈજ
શુભ દિવસ: રવિવાર
શુભ નંબર: 1
દાન: પશુઓને અને ગરીબને પીળા અનાજનું દાન કરો
નંબર 2- (2, 11, 20 અને 29 તારીખે જન્મેલ લોકો)
આજે તમારા આત્મસન્માન સાથે કોમ્પ્રોમાઈસ ના કરશો. આજનો દિવસ લાગણીઓથી ભરેલો દિવસ છે. આજે તમે ભગવાન અને પરિવારના વડીલોના આશીર્વાદ માટે આભારી રહેશો. આજના દિવસની શરૂઆત લોકો સાથે વાતચીત અને શોપિંગ સાથે કરો. કરાર કરવા માટે આજે શ્રેષ્ઠ દિવસ છે. ડિપ્લોમેટીક વાતચીતથી આજે સફળતા મળી શકે છે. પ્રિયજનો સાથે ભાવનાત્મક સમય વિતાવવા માટે પણ આજે સારો દિવસ છે. ઉપરાંત આજે તમારા સપનાઓ વાસ્તવિકતામાં પરિણમી રહ્યા છે. આજે સફેદ કપડા પહેરવા લાભદાયી રહેશે.
માસ્ટર કલર: ક્રીમ
શુભ દિવસ: સોમવાર
શુભ નંબર: 2
દાન: મંદિરમાં ચાંદીના સિક્કાનું દાન કરો
નંબર 3- (3, 12, 22 અને 30 તારીખે જન્મેલ લોકો)
ગુરુના આશીર્વાદ મેળવવા માટે કેળાનું ઝાડ વાવો અને સવારે ખાંડનું પાણી અર્પણ કરો. તમે ઇન્ટરવ્યૂમાં તમારા શબ્દો અને પર્સનાલિટીથી સામેની વ્યક્તિને ઈમ્પ્રેસ કરી શકો છો. તમારા મિત્રોને ઈમ્પ્રેસ કરવા અને સોશિયાલાઈઝ કરવા માટે આજે શુભ દિવસ છે. જો તમે શિક્ષણ, પબ્લિક સ્પીચ, નૃત્ય, રસોઈ, ડિઝાઇનિંગ, અભિનય, બેંકિંગ, માર્કેટિંગ અથવા ઓડિટિંગમાં ટેલેન્ટ ધરાવો છો, તો પ્રતિભા દર્શાવવાનો સમય છે. ફાઈનાન્સ અને યોગ સાથે સંકળાયેલા લોકો સારા માર્કસ મેળવવાની આશા રાખી શકે છે
માસ્ટર કલર: ઓરેન્જ
શુભ દિવસ: ગુરુવાર
શુભ નંબર: 3 અને 9
દાન: પશુઓ અને ગરીબોને કેળાનું દાન કરો
નંબર 4- (4, 13, 22 અને 31 તારીખે જન્મેલ લોકો)
અનેક એક્ટિવિટીઝ એકસાથે થઈ રહી હોવાથી આજનો દિવસ ખૂબ સારો છે. આજનો દિવસ ભવિષ્યની સ્ટ્રેટેજીથી ભરપૂર છે. તમારે સામાન અને દસ્તાવેજો અંગે સાવચેત રહેવું જોઈએ. મશીનો ચલાવતી વખતે પણ તમારે સાવચેત રહેવાની જરૂર છે. ગ્રાહકોની મિટીંગ અને પ્રેઝન્ટેશન અદ્ભુત અને પ્રશંસાનીય રહેશે. મોટાભાગનો સમય પૈસા કમાવાના વિચારો, કસરત, ઓડિટ, કાઉન્સેલિંગ અને માર્કેટિંગમાં પસાર કરવો જોઈએ. જો મેન્યુફેક્ચરિંગ, મશીનરી, ઈલેક્ટ્રોનિક્સ, એક્ટિંગ, સ્પોર્ટ્સ અને પોલિટિક્સ સાથે સંકળાયેલા છો તો, નવા સહયોગ અથવા પાર્ટનરની તપાસ કરવી જોઈએ. અંગત સંબંધોમાં કોઈપણ પ્રકારની મૂંઝવણ નહીં રહે. કૂલ રહેવા અને આસપાસના મિત્રો સાથે સમય પસાર કરવા માટે મિઠાઈઓનું સેવન કરવું જોઈએ.
માસ્ટર કલર: બ્લ્યૂ
શુભ દિવસ: મંગળવાર
શુભ નંબર: 9
દાન: આશ્રમમાં કપડાનું દાન કરો
નંબર 5- (5, 14 અને 23 તારીખે જન્મેલ લોકો)
આજે ટ્રાવેલ અને પાર્ટીના કારણે મોટાભાગનો સમય તેમાં જ રોકાઈ જશે. આજે તમારા પર બીજાના વર્ચસ્વને મેનેજ કરવા માટે તમારે મજબૂત બનવાની જરૂર છે. રોકાણ માટેની સ્કીમ્સ એક દિવસ માટે પરત કરી શકાશે. મીટિંગમાં એક્વા કલરના કપડા પહેરવાથી ફાયદો થઈ શકે છે. ઈન્ટરવ્યૂ અને પ્રેઝન્ટેશન માટે ખુશીથી બહાર જવું જોઈએ. આજે મિલકત સંબંધિત યોગ્ય નિર્ણયો લેવામાં આવશે. જે લોકોને ટ્રાવેલિંગ પસંદ છે, તેઓ વિદેશ જઈ શકે છે. આજે લાઈફસ્ટાઈલમાં ડિસીપ્લીન રાખવી જરૂરી છે. આજે તમે પ્રોફેશનલ અથવા પર્સનલ ભાગીદારોનો વિશ્વાસ જીતી શકશો, જેનાથી તમારું જીવન સુંદર રીતે પસાર થશે. આજે જૂના મિત્રો સાથે મુલાકાત કરવાનો દિવસ છે.
માસ્ટર કલર: એક્વા
શુભ દિવસ: બુધવાર
શુભ નંબર: 5
દાન: અનાથ બાળકોને લીલા ફળનું દાન કરો
નંબર 6- (6, 15 અને 24 તારીખે જન્મેલ લોકો)
તમે પરિવારમાં અને કુટુંબીજનોના સૌથી પ્રિય વ્યક્તિ છો, જેથી આજે તમામ કમિટમેન્ટ્સ અને જવાબદારીઓને પૂર્ણ કરવાનો દિવસ છે. આજે તમને અનેક તકો મળી શકે છે. પરિવાર, મિત્રો અને સહકર્મીઓનો સહયોગ મળવાથી તમને ખુશનસીબ થવાની ફીલિંગ આવશે. ઓફિસમાં પ્રમોશન માટે પાર્ટનર સાથે સમય પસાર કરો. વ્યવસાય સંબંધિત સફળતાના નિર્ણયો લેવા માટે તમારી પાસે યોગ્ય બુદ્ધિક્ષમતા છે. સંબંધોને મજબૂત કરવા માટે રોમેન્ટિક ડેટ પર જાવ. તમારા સોશિયલ નેટવર્કથી તમારી શાખમાં વધારો થશે.
માસ્ટર કલર: પીચ
શુભ દિવસ: શુક્રવાર
શુભ નંબર: 6
દાન: બાળકો અને ભિખારીઓને સફેદ મિઠાઈનું દાન કરો
નંબર 7- (7 અને 16 તારીખે જન્મેલ લોકો)
તમારે ઓફિસમાં લોકો પર આંધળો વિશ્વાસ ના કરવો જોઈએ. ઈમોશનલી અટેચમેન્ટના કારણે મૂંઝવણથી ઘેરાઈ જશો. જવાબદારીઓ લેવાનું બંધ કરો અને તમે શેરોમાં રોકાણ કરી શકો છો. કાયદાની પ્રેક્ટિસ, તબીબી ક્ષેત્ર, મિડીયા, આયાત નિકાસ અને રાજકારણમાં કામ કરતી મહિલાઓ માટે આજે શુભ દિવસ છે. વિજાતીય પાત્રના સૂચનો સ્વીકારવાનો પ્રયાસ કરો. CAની સલાહ લેવાથી એકાઉન્ટને યોગ્ય રીતે મેનેજ કરી શકાશે. બિઝનેસ ડીલ વધુ સમય માટે ટળી શકે છે. મેરેજ માટેના પ્રસ્તાવો ધ્યાનમાં લઈ શકાય છે. શિવ મંદિરની મુલાકાત લો અને શિવલિંગ પર અભિષેક કરવાથી દિવસ સારો પસાર થશે.
માસ્ટર કલર: લીલો
શુભ દિવસ: સોમવાર
શુભ નંબર: 7
દાન: મંદિરમાં કોપર, બ્રોન્ઝની ધાતુની વસ્તુનું દાન કરો
નંબર 8- (8, 17 અને 25 તારીખે જન્મેલ લોકો)
આજે બિઝનેસમાં જોખમ લેવાની તમારી ક્ષમતા વધુ છે અને આજે તેની સાથે જ આગળ વધવું જોઈએ. સપનાને વાસ્તવિકતામાં ફેરવવા માટે આજે સારો દિવસ છે. પૈસાની મદદથી કાયદાકીય કેસોનો ઉકેલ લાવવામાં આવશે. જો કે આજે બિઝનેસ ડીલ તોડવા માટે ફ્લેક્સિબિલિટી લાવવી જરૂરી છે અને ઈગોને સાઈડમાં રાખવો જોઈએ. તમારું પાર્ટનર તમારા રમૂજી સ્વભાવથી પ્રભાવિત થશે. વિદ્યાર્થીઓ અને રમતવીરોએ સફળતા માટે દાન કરવું જોઈએ અને ભગવાનનો આભાર માનવો જોઈએ. પૈસાની લેવડ-દેવડ સાથે તમે આજે બિઝી રહેશો, આ કારણોસર દિવસનો અંત સંતોષ સાથે થશે. આજે વૃદ્ધાશ્રમમાં દાન જરૂરથી કરવું જોઈએ.
માસ્ટર કલર: બ્લ્યૂ
શુભ દિવસ: શનિવાર
શુભ નંબર: 6
દાન: જરૂરિયાતમંદોને ચંપલનું દાન કરો
નંબર 9- (9, 18 અને 27 તારીખે જન્મેલ લોકો)
મંગળ ગ્રહની શુદ્ધ ઊર્જાને કારણે ડૉક્ટરો અને એન્જિનિયરોને આજે તેમની બ્રાન્ડ ઈમેજ બનાવવામાં મદદ થશે. નવી ઓફર સ્વીકારવા, સ્થળાંતર કરવા, નવા સંબંધોની શરૂઆત કરવા, ઇન્ટરવ્યૂ આપવા અથવા નવું ઘર ખરીદવા માટે આજે શુભ દિવસ છે. પ્રેમમાં રહેલા લોકો પોતાના પાર્ટનરને પ્રપોઝ કરી શકે છે. બિઝનેસ રિલેશન અને બિઝનેસ ડીલ સરળતાથી પૂર્ણ થશે. રાજકારણ, મીડિયા, ફાઇનાન્સ અથવા શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા લોક સફળતા પ્રાપ્ત કરશે. સરકારી અધિકારીઓએ અનેક પ્રશ્નોનો સામનો કરવો પડશે, આ કારણોસર સીનિયર્સ સામે સારી છાપ ઊભી કરવા માટે પ્રામાણિક બનો. માતા-પિતાને આજે તેમના બાળકો પર ગર્વ થશે.
માસ્ટર કલર: બ્રાઉન
શુભ દિવસ: મંગળવાર
શુભ નંબર: 9
દાન: મંદિરમાં બ્રાઉન ચોખાનું દાન કરો