આજના સમયમાં તમામ લોકો ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરે છે. અનેક વાર ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવામાં આવે છે. ક્રેડિટ કાર્ડનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ, જેથી દેવાના ચક્રમાં ફસાવું ના પડે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
જો તમે ક્રેડિટ કાર્ડના બિલની ચૂકવણી કરતા નથી, તો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ જશે. જેના કારણે ભવિષ્યમાં લોન લેવામાં પણ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. જો તમારો ક્રેડિટ સ્કોર સારો હોય તો બેન્કને તમારા પર વિશ્વાસ રહે છે કે, તમે સમયસર લોનની ચૂકવણી કરી દેશો. ક્રેડિટ સ્કોર ખરાબ હોય તો લોન અપ્રુવ થવામાં પણ ઘણી પરેશાની થઈ શકે છે. જો તમે દેવાની જાળમાં ફસાયેલા છો, તો આ ઉપાય અપનાવીને દેવામાંથી બહાર નીકળી શકો છો.
દેવામાંથી બહાર નીકળવાની ટિપ્સ
- વગર કામના ખર્ચા ના કરવા જોઈએ. અનેક વાર વધુ શોપિંગ કરી લઈએ છીએ અને બહાર જમવાનું વધી જાય છે. આ એક પ્રકારનો વગર કામનો ખર્ચ છે. જે માટે તમારે સૌથી પહેલા જરૂરી અને બિનજરૂરી ખર્ચાઓને બે કેટેગરીમાં વહેંચી દેવા જોઈએ.
- જો તમને એવું લાગી રહ્યું છે કે, તમે ક્રેડિટ કાર્ડથી વધુ ખર્ચ કરી રહ્યા છો, તો તમારે ડેબિટ કાર્ડ અથવા કેશથી પેમેન્ટ કરવું જોઈએ. જેથી તમે ખર્ચા પર કંટ્રોલ રાખી શકશો અને સૌથી વધુ શેમાં ખર્ચ થઈ રહ્યો છે, તે જાણી શકશો.
- ક્રેડિટ કાર્ડની લોનના બોજા હેઠળ દબાઈ ગયા છો, તો સૌથી પહેલા તેના પર ધ્યાન આપવું જોઈએ. લોન ચૂકવવા પર ધ્યાન આપવું જોઈએ. જે માટે તમે કોઈ સ્ટ્રેટેજી પણ અપનાવી શકો છો. ક્રેડિટ કાર્ડની મિનિમમ ડ્યૂનું પેમેન્ટ કરી દેવું જોઈએ.
- જો તમે લોનનું પેમેન્ટ કરી શકો તેમ નથી, તો તમે બેન્કને વાત કરી શકો છો. બેન્ક તમને તમારી સુવિધા માટે રિ-પેમેન્ટ પ્લાન બનાવી આપશે.