મુકેશ અંબાણીએ રચ્યો નવો ઈતિહાસ, કમાણીનો તોડ્યો એવો રેકોર્ડ કે આ List માં થઇ એન્ટ્રી

 મુકેશ અંબાણીએ રચ્યો નવો ઈતિહાસ, કમાણીનો તોડ્યો એવો રેકોર્ડ કે આ List માં થઇ એન્ટ્રી

માત્ર દેશ જ નહીં પરંતુ એશિયાનાં સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ વધુ એક ઈતિહાસ સર્જ્યો છે. એલોન મસ્ક અને જેફ બેઝોસ સાથે, તેઓ વિશ્વનાં 100 અબજ ડોલર સાથે અબજોપતિઓની યાદીમાં જોડાયા છે. Bloomberg Billionaires Index અનુસાર, આ વર્ષે મુકેશ અંબાણીની સંપત્તિમાં 23.8 અબજ ડોલરનો વધારો થયો છે. નવીનતમ આંકડાઓ અનુસાર, નેટવર્થ વધીને 100.1 અબજ ડોલર થઈ ગઈ છે.

 

64 વર્ષીય મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કમાન સંભાળી ત્યારથી પાછળ વળીને જોયું નથી. તેમના નેતૃત્વમાં, ઉર્જા ક્ષેત્રની સાથે, રિટેલ, ઈ-કોમર્સ ક્ષેત્રે ખૂબ જ મજબૂત રીતે પ્રગતિ કરી છે. 2016 માં, તેમણે ટેલિકોમ ક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો અને આજે ભારતીય બજારમાં જિયોનું પ્રભુત્વ છે. હવે તેમની નજર ગ્રીન એનર્જી પર સ્થિર છે. આ વર્ષે જૂનમાં, તેમણે જાહેરાત કરી કે તેઓ આગામી ત્રણ વર્ષમાં આ ક્ષેત્રમાં 10 અબજ ડોલરનું રોકાણ કરશે. આપને જણાવી દઇએ કે, 100 અબજ ડોલરની યાદીમાં મુકેશ અંબાણી 11 માં નંબરે છે. ટેસ્લાનાં માલિક એલોન મસ્ક યાદીમાં ટોચ પર છે, ત્યારબાદ એમેઝોનનાં ભૂતપૂર્વ CEO જેફ બેઝોસ છે. આ પછી બર્નાર્ડ એનોલ્ટ, બિલ ગેટ્સ, લેરી પેજ, માર્ક ઝુકરબર્ગનો નંબર આવે છે.

આ પણ વાંચો – Interesting / આ દેશમાં Underwear ની થઇ ભારે અછત, લોકો 3થી 4 ગણો ભાવ આપી કરી રહ્યા છે ખરીદી

ઉલ્લેખનીય છે કે, મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે શુક્રવારે નવો ઈતિહાસ રચ્યો હતો. શુક્રવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપિટલ ભારતીય શેરબજારમાં રૂ. 18 લાખ કરોડની સપાટીને સ્પર્શી ગઈ હતી. આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ભારતીય કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન આ સ્તરે પહોંચ્યું હોય.

Digiqole ad Digiqole ad

Simoni Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *