સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today) આજે મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો હતો. એક તરફ સોનાના ભાવ રુ. 50000ની આસપાસ પહોંચી ગયા છે, તો બીજી તરફ ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. સવારે 11 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.01 ટકા ઘટીને 50,499 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.25 ટકા વધીને 54,162 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. આજના વધારા છતાં સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો તમારા માટે સારો મોકો છે.
આજે સવારે 11 વાગ્યે એમસીએક્સ પર ઓક્ટોબરના વાયદાનું સોનું 0.01 ટકા વધીને 50,499 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 0.25 ટકા વધીને 54,162 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.
ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 50,499 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 5692 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.
શહેર | 22 કેરેટ | 24 કેરેટ |
ચેન્નાઇ | ₹47,300 | ₹51,600 |
મુંબઈ | ₹46,650 | ₹50,890 |
દિલ્હી | ₹46,800 | ₹51,040 |
કોલકાતા | ₹46,650 | ₹50,890 |
બેંગલુરુ | ₹46,700 | ₹50,950 |
હૈદરાબાદ | ₹46,650 | ₹50,890 |
કેરળ | ₹46,650 | ₹50,890 |
પુણે | ₹46,680 | ₹50,930 |
વડોદરા | ₹46,680 | ₹50,930 |
અમદાવાદ | ₹46,700 | ₹50,950 |
જયપુર | ₹46,800 | ₹51,040 |
લખનઉ | ₹46,800 | ₹51,040 |
કોઈમ્બતુર | ₹47,300 | ₹51,600 |
મદુરાઈ | ₹47,300 | ₹51,600 |
વિજયવાડા | ₹46,650 | ₹50,890 |
પટના | ₹46,680 | ₹50,930 |
નાગપુર | ₹46,680 | ₹50,930 |
ચંદીગઢ | ₹46,800 | ₹51,040 |
સુરત | ₹46,700 | ₹50,950 |
ભુવનેશ્વર | ₹46,650 | ₹50,890 |
મેંગલોર | ₹46,700 | ₹50,950 |
વિશાખાપટ્ટનમ | ₹46,650 | ₹50,890 |
નાશિક | ₹46,680 | ₹50,930 |
મૈસુર | ₹46,700 | ₹50,950 |
સોનાની શુદ્ધતાના માપદંડ
24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.