લિચમેનની ભવિષ્યવાણી વ્હાઈટ હાઉસના 13 મૂળભૂત ધોરણો પર આધારિત

 લિચમેનની ભવિષ્યવાણી વ્હાઈટ હાઉસના 13 મૂળભૂત ધોરણો પર આધારિત

લિચમેનની આ ભવિષ્યવાણી વ્હાઈટ હાઉસના 13 મૂળભૂત ધોરણો પર આધારિત છે. જેમાં અર્થવ્યવસ્થાની શક્તિ, ઈનકમ્બેન્સી, કોન્ટેસ્ટ, યોજનાઓમાં ફેરફાર, ગોટાળા, સામાજિક અશાંતિ જેવા ફેક્ટર સામેલ છે. તેમના સ્કેલ પ્રમાણે, જો આમાથી છ કે તેથી વધુ ફેક્ટર સારા નહી હોય તો વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પ પ્રશાસન નહીં ટકી શકે.

સાત મુદ્દાઓ ટ્રમ્પના હારવાનું કારણ બની શકે છે

ફોક્સ ન્યૂઝ પર ઓન એર થયેલા ‘ધ મોર્નિંગ શો’માં લિચમેને કહ્યું કે, પારંપરિક રીતે ચૂંટણીનું અનુમાન ઉમેદવારોની તુલના કરીને કરવામાં આવે છે. જો કે, તેમનું ધ્યાન હાલ સત્તાધારી પાર્ટીના અન્ય રેકોર્ડ્સ પર કેન્દ્રિત છે.

એલન લિચમેને કહ્યું કે, મારા નક્કી કરેલા 13 માપદંડોમાં છ નકારાત્મક વાતો રિપબ્લિકનના ડોનાલ્ડ ટ્રમ્પની હાર તરફ ઈશારો કરે છે, જ્યારે 2019 સુધી ટ્રમ્પ વિશે માત્ર 4 નકારાત્મક વાતો હતી. છેલ્લા અમુક મહિનામાં ત્રણ વસ્તુઓ ટ્રમ્પ પ્રશાસન વિરુદ્ધ છે. કુલ સાત એવા મુદ્દા છે, જેના કારણ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પના હારવાની શક્યતા છે.

લિચમેને કહ્યું કે, 2016 અને હાલની સ્થિતિમાં ફરક માત્ર એટલો જ છે કે ટ્રમ્પ આજે સત્તામાં છે. જેનો મતલબ ટ્રમ્પ તેમના જ રેકોર્ડ પર ચાલી રહ્યાં છે. 2016માં તેમની પાસે રેકોર્ડને ડિફેન્ડ કરવાનો વિકલ્પ ન હતો. તે ઈચ્છે તે કહી શકતા હતા. આનાથી કોઈ ફરક નથી પડતો. જો કે, સત્તામાં રહેતી વખતે તેમણે એક મોટી ભૂલ કરી છે.

તેમણે વધુમાં કહ્યું કે, સ્ટડી દરમિયાન હું મારી દિવાલ પર જોઈ રહ્યો છું. મારી પાસે 2016માં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પની જીતની એક નોટ છે. જેની પર લખ્યું છે કે પ્રોફેસર, શુભેચ્છા, ગુડ લોક. અને મોટા મોટા અક્ષરોમાં લખ્યું છે કે ડોનાલ્ડ જે. ટ્રમ્પ તેમણે પણ મારી ભવિષ્યવાણીની પ્રશંસ કરી હતી, પણ તેઓ આની પાછળના તથ્યને સમજ્યાં ન હતા.

જ્યારે 2020માં તેમનો સામનો મહમારી અને સોશિયલ જસ્ટિસની માંગ જેવા મોટા સંકટો સામે થયો તો તેમણે આ મુદ્દાઓને ગંભીરતાથી લેવાની જગ્યાએ પોતાની રીતે તેનો ઉકેલ લાવી દેવાનું યોગ્ય સમજ્યું. આ પરિણામ કહે છે કે મહામારીએ તબાહી મચાવી દીધી હતી. અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ ગઈ હતી. સામાજિક અશાંતિથી જમીન ડગમગી રહી હતી. વર્ષ 2020ની શરૂઆત થતાની સાથે જ આ ત્રણ વસ્તુઓ ડોનાલ્ડ ટ્રમ્પના વિરુદ્ધ રહી હતી.

Digiqole ad Digiqole ad

Simoni Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *