હસ્તરેખાઓના જાણકારોનુ કહેવુ છે કે જો વ્યક્તિની સૌથી નાની આંગળી એટલેકે અનામિકા તેની તર્જની આંગળીથી મોટી હોય છે તો માણસોનો સાહિત્ય અને કલા પ્રત્યે ઝુકાવ વધારે હોય છે. પરંતુ આવા વ્યક્તિઓને પોતાના કાર્યોમાં સરળતાથી સફળતા મળતી નથી. જો બંને આંગળી એકબીજાથી બરોબર છે તો આવા વ્યક્તિઓને પૈસાની ક્યારેય કમી થતી નથી. આ સાથે તેઓને સમાજમાં ખૂબ માન-સન્માન મળે છે.
જે વ્યક્તિની મધ્યમા આંગળી તર્જની આંગળીની તુલનામાં મોટી હોય છે. અલગ-અલગ પ્રકારની પરેશાનીઓ હંમેશા તેમના જીવનમાં આવતી રહે છે. આવા જાતકો હંમેશા દુ:ખથી ઘેરાયેલા રહે છે. તેમના પોતાના નિર્ણયો તેમના જીવનમાં ઝેર ફેલાવવાનુ કામ કરે છે. જેના કારણે તેમના પરિવારજનોને પણ અનેક પ્રકારની વિટંબણાઓનો સામનો કરવો પડે છે.
એવા વ્યક્તિ જેની મધ્યમા આંગળી તર્જની આંગળીની તુલનામાં ખૂબ નાની હોય છે. તેના માટે હસ્તરેખાના જાણકાર કહે છે કે આ શુભ સંકેત હોતો નથી. આવા જાતકો પોતાના સપનામાં ખોવાયેલા રહે છે. તેઓ કામ ઓછુ કરે છે અને મોટા-મોટા સપના વધારે જોવે છે. આવા માણસની અંદર ટેલેન્ટની કમી હોય છે.