ઈન્શ્યોરન્સ કંપનીને જાણકારી આપો- ક્લેઈમ કરતા સમયે કંપનીને યોગ્ય અને સંપૂર્ણ જાણકારી આપવી જરૂરી છો. કોઈપણ જાણકારી છુપાવવામાં આવે તો ક્લેઈમ રિજેક્ટ થઈ શકે છે. આ કારણોસર ક્લેઈમ ફોર્મ સાથે ઈન્શ્યોરન્સ પોલિસીના ડોક્યુમેન્ટ, કાર નોંધણી સર્ટીફિકેટ, ડ્રાઈવિંગ લાયસન્સ અને FIRની કોપી પણ અટેચ કરો.
ક્લેઈમ ફોર્મ યોગ્ય પ્રકારે ફીલઅપ કરો- ક્લેઈમ ફોર્મમાં સાચી જાણકારી જ આપવી જોઈએ. ઈમાનદારીપૂર્વક ક્લેઈમ ફોર્મ ભરો અને કોઈ ભૂલ ના થાય તેનું ધ્યાન રાખો. સ્પેલિંગ અથવા ટાઈમિંગમાં ભૂલ ના થવી જોઈએ. નામ, પોલિસી નંબર, કાર રજિસ્ટ્રેશન નંબર સહિત અન્ય ડિટેઈલ્સ યોગ્ય પ્રકારે ચેક કરો.
ઈન્શ્યોરન્સ પોલિસીના નિયમ અને શરતો વાંચો- કાર ઈન્શ્યોરન્સ પોલિસીના નિયમ અને શરતો યોગ્ય પ્રકારે વાંચવી જરૂરી છેય પોલિસી સાથે જોડાયેલ પરેશાનીઓ નહીં આવે. આ પ્રકારે ક્લેઈમ પ્રોસેસની જાણકારી મળે છે તથા કઈ બાબતો શામેલ કરવી અને કઈ બાબતો શામેલ ના કરવી તેની જાણકારી પણ મળે છે.
સહમતીથી સમજૂતી કરો- ક્લેઈમ કરવો સરળ નથી, પરંતુ ક્લેઈમ રિજેક્ટ થાય તો નિરાશ ના થવું. તમારે ઈન્શ્યોરન્સ કંપનીનો નિર્ણય માનવો જ પડશે, તેવું કોઈ પ્રેશર હોતું નથી. ક્લેઈમ રિજેક્ટ થવાના કારણ વિશે જાણવાનું રહેશે, જેથી ઈન્શ્યોરન્સ કંપની સાથે મળીને સહમતિથી સમજૂતી કરી શકો.
યોગ્ય ઈન્શ્યોરન્સ કંપનીની પસંદગી કરો- ક્લેઈમ પ્રોસેસ સરળતાથી પૂર્ણ થઈ શકે અને રિજેક્ટ ના થાય તે માટે Tata AIG જેવી રેપ્યુટેબલ ઈન્શ્યોરન્સ કંપની પાસેથી ઓનલાઈન કાર ઈન્શ્યોરન્સ ખરીદો. જે ક્લેઈમની પ્રોસેસ પૂર્ણ કરવામાં અને ગાઈડન્સ આપવામાં ખૂબ જ મદદ કરે છે. યોગ્ય ઈન્શ્યોરન્સ કંપનીની પસંદગી કરવાથી ક્લેઈમની પ્રોસેસ સરળતાથી સમજી શકાય છે અને કંપનીની સ્પેશિયલ સર્વિસનો બેનિફિટ લઈ શકાય છે.
ઈન્શ્યોરન્સ રિન્યૂ કરાવતા રહો- કવરેજનો સતત ફાયદો મેળવવા માટે કાર ઈન્શ્યોરન્સ રિન્યૂ કરાવતા રહો. પોલિસી કવરેજનો ફાયદો મેળવવા માટે ઈન્શ્યોરન્સ પૂર્ણ થવાના એક દિવસ પહેલા પોલિસી રિન્યૂ કરાવવી જરૂરી છે. જેથી તમે સરળતાથી ક્લેઈમ કરી શકશો.