રક્ષાસૂત્રનુ મહત્વ
ઈન્દ્રની પત્ની શચીએ ઈન્દ્ર દેવને બાંધ્યુ રક્ષાસૂત્ર
હિન્દુ ધર્મ શાસ્ત્રોનુ માનીએ તો સર્વપ્રથમ દેવરાજ ઈન્દ્રની પત્ની શચીએ વૃતટસુરના યુદ્ધમાં સૌથી પહેલા ઈન્દ્ર દેવને રક્ષાસૂત્ર બાંધ્યુ હતુ. માન્યતા છે કે પ્રાચીનકાળમાં જ્યારે પણ કોઈ યુદ્ધમાં જતુ હતુ ત્યારે કલાવા અથવા મૌલી બાંધીને પૂજા કરવામાં આવતી હતી.
રાજા બલિએ ભગવાન વામનને કલાવા બાંધ્યું
એક અન્ય કથા મુજબ દાન પહેલા અસુર રાજા બલિએ યજ્ઞમાં ભગવાન વામનને કલાવા બાંધ્યુ હતુ. ત્યારબાદ વામન દેવે ત્રણ પગલા ભૂમિ દાન કરી પ્રસન્ન થઇને તેમની કલાઈ પર રક્ષાસૂત્ર બાંધી અમરત્વનું વચન આપ્યું.