ગુજરાત કોંગ્રેસમાં નવા કેપ્ટનની શોધ વચ્ચે ડખા, હાર્દિક પટેલને અધ્યક્ષ ન બનાવવા નેતાઓની ચીમકી

 ગુજરાત કોંગ્રેસમાં નવા કેપ્ટનની શોધ વચ્ચે ડખા, હાર્દિક પટેલને અધ્યક્ષ ન બનાવવા નેતાઓની ચીમકી

રઘુ શર્મા,  ભરતસિંહ સોલંકી, હાર્દિક પટેલ, સિદ્ધાર્થ પટેલ, અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, અમી યાજ્ઞિક સહિતના ધારાસભ્યો રાહુલ ગાંધીના નિવાસ સ્થાને પહોંચ્યા છે. આ બેઠકમાં નવા અધ્યક્ષના નામની પસંદગી થઈ શકે છે. જેમાં હાર્દિક પટેલ (Hardik Patel) ના નામની ચર્ચા જોરમાં છે. પરંતુ આ હાર્દિક પટેલને લઈને ભરતસિંહ સોલંકી જૂથની નારાજગી સામે આવી છે.

દિલ્હીમાં નવા કેપ્ટન માટે મનોમંથન
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાએ રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ નેતાગીરી વગરનું છે. આ સંજોગોમાં હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રસને ફરીથી બેઠી કરવા માટે તથા સંગઠનમાં નવી નિમણૂંકો કરવાનુ નક્કી કર્યું છે. આ માટે અનેક નેતાઓ દિલ્હીમાં પહોંચ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ બનાવવા માટે હાર્દિક પટેલ પ્રબળ દાવેદાર ગણાય છે. ત્યારે આજે યોજાયેલી બેઠકમાં હાર્દિક પટેલના નામની ચર્ચા થઈ હતી. પરંતુ પક્ષના અનેક નેતાઓ આ નિર્ણયની વિરુદ્ધ છે. ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki), નરેશ રાવલ, પરેશ ધાનાણી (Paresh Dhanani), અર્જુન મોઢવાડિયા સહિતનાએ હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રસનું સુકાન નહીં સોંપવા માટેની ભાર પૂર્વક રજુઆતો કરી હતી. એટલું જ નહીં. હાર્દિકને પ્રમુખ બનાવવામાં આવે તો ગુજરાત કોંગ્રેસમાં વધુ એક મોટું ભંગાણ થઈ શકે છે તેવા ભય સાથેની ચીમકી ઉચ્ચારી હતી. જોકે, આ મામલે દિલ્હી હાઈકમાન્ડે કોઈ નિર્ણય લીધો નથી. પક્ષની કમાન કોના હાથમાં સોંપવી તે અંગે હજી કોઈ ઉકેલ આવ્યો નથી.

હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અધવચ્ચેથી નીકળ્યા 
દિલ્હીમાં આ બેઠક ચાલી રહી હતી, ત્યારે હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણી (Jignesh Mevani) અધવચ્ચેથી નીકળી ગયા હતા. જે અંગે અનેક તર્કવિતર્ક સર્જાયા હતા. હાર્દિક પટેલે ચાલુ મીટિંગમાંથી ચાલતી પકડી હતી. તો જિગ્નેશ મેવાણી પણ તેમની સાથે નીકળ્યા હતા. જોકે, બાદમાં ખુલાસો થયો હતો કે, બંને યુવા નેતાઓ બિહાર વિધાનસભાની પેટાચૂંટણીમાં પ્રચાર માટે રવાના થયા હતા. બપોરે તેમની ફ્લાઈટ હોવાથી તેઓને મીટિંગ અધવચ્ચે છોડીને નીકળવુ પડ્યુ હતું.

ગુજરાત કોંગ્રેસમાં મોટો ડખો
દિલ્હીની બેઠકમાં હાર્દિક પટેલની નામ પર થયેલી ચર્ચા વિશે ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓમાં નારાજગી વ્યાપી ગઈ છે. એક તરફ દિલ્હી ગયેલા ગુજરાત કોંગ્રસના નેતાઓ ડખે ચઢ્યા છે. હાર્દિક પટેલને લઇને ભરતસિંહ સોલંકી જૂથ નારાજ થયુ છે. ભરતસિંહ સોલંકી સહિત અનેક નેતાઓએ હાર્દિકને અધ્યક્ષ બનાવવાનો વિરોધ કર્યો છે. જગદીશ ઠાકોર, ગેનીબેન ઠાકોર, વિમલ ચુડાસમા, ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા, લાખા ભરવાડ, ભગાભાઈ ભરવાડ, રાજેશ ગોહિલ, રાજુ પરમાર અને નિરંજન પટેલ નેતાઓએ હાર્દિકને અધ્યક્ષ બનાવવાનો વિરોધ કર્યો છે. હાર્દિક પ્રદેશ અધ્યક્ષ બને તો આ તમામ નેતાઓએ રાજીનામું આપવાની ચીમકી આપી છે.

Digiqole ad Digiqole ad

Simoni Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *