મેષ (Aries) : 21 માર્ચ-19 એપ્રિલ – આજનો દિવસ તમારી જાતને સશક્ત કરવાનો અને કંઈક નવું કરવાનો-પ્રયોગ કરવાનો છે. આજે અમુક વસ્તુઓ એવી હશે જેના પર તમારે તાત્કાલિક અસરથી ધ્યાન આપવાની જરૂર રહેશે. જીવનસાથીના સ્વાસ્થ્ય પર થોડું વધારે ધ્યાન આપવાની જરૂર પડી શકે છે. લકી સાઇન – એક સોલિટેર
વૃષભ (Taurus) : 20 એપ્રિલ-20 મે – આજે તમને તમારા ભૂતકાળની એક ક્ષણને ફરીથી જીવવાની તક મળી શકે છે. તમારા કાર્યસ્થળ પર હજુ પણ કેટલાક માઈલસ્ટોન પૂરા કરવાના છે. લગ્ન અંગેની અંતિમ તબક્કાની ચર્ચા પરિવારમાં ખુશીની લહેર લાવી શકે છે. લકી સાઇન – પીંછા
મિથુન (Gemini) : 21 મે – 21 જૂન – જો કોઈ બાબતમાં વધુ સમય લાગી રહ્યો હોય તો તેનો અર્થ એ નથી કે તે કામ થશે જ નહીં. તમારે પ્રયત્ન કરવો જોઈએ અને ધીરજ રાખવી જોઈએ અથવા તમારી શક્તિને અન્ય જગ્યાએ વાપરવી જોઈએ. કાર્યસ્થળ પર અમુક બાબતે ટીકા થઈ શકે છે. લકી સાઈન – લાકડાનું બોક્સ
કર્ક (Cancer) : 22 જૂન-22 જુલાઈ – તમારી જવાબદારીઓ તમને કડક ટાઈમલાઈનની યાદ અપાવશે. તમારે તમારા કામને ઝડપી બનાવવાની જરૂર પડી શકે છે. કામ કરવા માટે એક નવી તક નવો ઉત્સાહ પેદા કરશે. આરામ જરૂરી છે. લકી સાઇન – સફેદ સ્લેબ
સિંહ (Leo): 23 જુલાઈ- 22 ઓગસ્ટ – તમે જે કંઈપણ રોકવાનો પ્રયાસ કરી રહ્યાં છો તેને જવા દેવાનો આ સમય છે. વધારે પડતો ગુસ્સો તમારી માનસિક શાંતિને અસ્થિર કરશે. તમારો મૈત્રીપૂર્ણ હાવભાવ આજનો તમારો દિવસ બચાવવામાં મદદ કરી શકે છે. લકી સાઇન – Jade છોડ
કન્યા (Virgo) : 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર – તમે કરેલ કમાણી પેટે હવે તમારી ઉજવણીના અવસર છે. તમારી યોજનાઓ હવે અમલમાં આવી રહી છે. તમે કરેલ નિર્ણયો પર વિચાર કરવા માટે થોડો સમય કાઢો. લકી સાઇન – સ્ટીકર
તુલા (Libra) : 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર – જો કંઈક તમને વિચલિત કરી રહ્યું છે તો કારણ એ છે કે તમે તે થવા દો છો. તમારા સાથીદાર દ્વારા સૂચવેલ સલાહ આવકનો નવો સ્ત્રોત પેદા કરી શકે છે. જો તમે મુસાફરીનું આયોજન કરી રહ્યાં છો તો જલ્દી કરો. લકી સાઇન – સૂર્યપ્રકાશ
વૃશ્ચિક (Scorpio) : 24 ઓક્ટોબર – 21 નવેમ્બર – આજે તમે લક આધારિત રહેશો. તમારા માટે દિવસના જે કાર્યો સોંપ્યા હશે તે બધા પૂર્ણ થઈ શકે છે. શેરબજારનું રોકાણ પણ રિટર્ન આપી જશે. લકી સાઇન – પીળી મીણબત્તીઓ
ધન (Sagittarius): 22 નવેમ્બર – 21 ડિસેમ્બર – જે વિચારથી ભાગી રહ્યાં છે તો ખૂબ જ જલ્દી પાછા આવશે અને તમને જ હેરાન કરી શકે છે. કંઈક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય કરવા માટે હિંમતનો અભાવ લાગે છે. આજે એક વ્યસ્ત દિવસ છે અને તમે વહેલા ઉઠી શકશો નહીં. લકી સાઈન – એક સિલિકોન મોલ્ડ
મકર (Capricorn) : 22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી – અલગ-અલગ પેકેજોમાં સરપ્રાઈઝ આવી શકે છે. જોકે તેમાંથી કેટલાક તમને ગમશે નહીં. તમારે ગુસ્સાને કાબૂમાં રાખવાની જરૂર પડશે કારણ કે તમારો વ્યવહાર કારણે અન્યનું દિલ દુભાવી શકે છે. ચોરીના નાના કિસ્સા પણ સાવચેત રહેવાના સૂચન આપે છે. લકી સાઈન – ક્રિસ્ટલ ટમ્બલર
કુંભ (Aquarius) : 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી – પરીક્ષાના પરિણામો અપેક્ષા મુજબ ન પણ હોય. થોડી યુક્તિ અને ડિપ્લોમેસી તમને તમારું કાર્ય પૂર્ણ કરવામાં મદદ કરી શકે છે. આજનો દિવસ તમને થકવી દેશે પરંતુ એન્ડિંગ સારૂં હશે. બેફામ ડ્રાઇવિંગ ટાળો. લકી સાઇન – એક છત્રી
મીન (Pisces) : 19 ફેબ્રુઆરી – 20 માર્ચ – તમારી આસપાસનું કોઈ વ્યક્તિ પ્રેરણાદાયી બની શકે છે. આજે અંતર્મુખી બનવું મદદરૂપ ન થઈ શકે. કાર્યસ્થળ પર કોઈ તમારા પર આરોપ લગાવી શકે છે. તમારો દિવસ થોડો કપરો હોઈ શકે છે. લકી સાઇન – બ્લૂ સ્કાઇ