સપનાનું ઘર, ગાડી લેવી થઇ સસ્તી! આ બેન્કએ Home-Auto Loan કરી સસ્તી

 સપનાનું ઘર, ગાડી લેવી થઇ સસ્તી! આ બેન્કએ Home-Auto Loan કરી સસ્તી

જો તમે પણ ઘર લેવાનો પ્લાન બનાવી રહ્યા છે તો તમારા માટે સારા સમાચાર છે. કારણ કે હવે સસ્તામાં લોન મળી શકે છે. જોકે સાર્વજનિક ક્ષેત્રની મોટી બેન્ક ઓફ ઇન્ડીયા (BOI) પોતાની હોમ લોન  (Home Loan Interest)  પર વ્યાજ દરમાં 0.35 ટકાનો ઘટાડો કર્યો છે. એટલે કે હવે તમે ઓછા વ્યાજમાં પોતાના સપનાનું ઘર લઇ શકો છો. એટલું જ નહી, બેન્કએ વ્હીકલ લોન (Auto Loan) પર વ્યાજ દરમાં પણ 0.50 ટકાનો ઘટાડો કર્યો છે.

બેન્કએ આપી જાણકારી 
બેન્કએ પોતે તેની જાણકારી આપી છે. બેન્ક તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર ‘આ ઘટાડા બાદ બીઓઆઇની હોમ લોન દર 6.50 ટકાથી શરૂ થશે. પહેલાં 6.85 ટકા હતો. તો બેન્કની ઓટો લોન પર વ્યાજ દર 7.35 થી ઘટાડીને 6.85 ટકા થઇ ગયો છે.

જાણો ક્યાં સુધી લાગૂ રહેશે નવા દર?
બેન્કએ આગળ જણાવ્યું કે આ વિશેષ દર 18 ઓક્ટોબર 2021 થી 31 ડિસેમ્બર સુધી લાગૂ રહેશે. નવી લોન અથવા લોનના સ્થળાંતરણ (Loan Transfer) માટે અરજી કરનાર ગ્રાહકો માટે નવા વ્યાજ દર લાગૂ રહેશે.

સૌથી ખાસ વાત એ છે કે આ સાથે જ બેન્કએ 31 ડિસેમ્બર 2021 હોમ લોન અને વ્હીકલ લોન પ્રોસેસિંગ ચાર્જ (Processing Loan) ને સમાપ્ત કરી દીધો છે. એટલે કે હવે બેન્ક આ જાહેરાત બાદ હોમ અને ઓટો લોન બંને જ લેવી સસ્તી બનશે.

Digiqole ad Digiqole ad

Simoni Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *