આનંદમ્ પરમ સુખમ્
એક ગ્રુપમાં દર મહિનાનાં પહેલા શનિવારે એક વિષય નક્કી કરી,_
એ વિષય પર પોતાના વિચારો માઇક્રોફિક્શન અર્થા બંને એટલા ઓછા શબ્દોમાં પોતાની વાત ચોટદાર રીતે લખીને પોસ્ટ કરવાનું રહેતું હતું.
_આ વખતે વિષય હતો ;_
*_” આનંદમ્ પરમ સુખમ “_*
બધાએ_” આનંદમ્ પરમ સુખમ “_* _પર પોતાના વિચારો *_માઇક્રોફિક્શન માં રજૂ કરવાનું શરૂ કર્યું .
એક આધેડ ઉંમરના કાકા બોલ્યા :_
_” ઘરે પહોંચું ત્યારે,_
_ઓછું જોઈ શકતી મારી વૃદ્ધ મા, મારી આહટ ઓળખીને કહે આવી ગયો દીકરા , , ,_
_એટલે મારે મન . . ._
*_” આનંદમ્ પરમ સુખમ “_*
એક યુવાન બોલ્યો :
_કંઈ વાંધો નહિં, બીજી નોકરી મળી જશે, કહેતો, પત્નીનો હિંમત આપતો અવાજ એટલે . . ._
*_” આનંદમ્ પરમ સુખમ “_*
એક પિતાએ કહ્યું : કંઈ જ_ _કહ્યા વિના, બધું સમજી જતું સંતાન એટલે . . ._
*_” આનંદમ્ પરમ સુખમ “_*
એક ભાઈએ કહ્યું : રોજ ઈશ્વર સમક્ષ, કોઈ માગણી વિનાની પ્રાર્થના એટલે . . ._
*_” આનંદમ્ પરમ સુખમ “_*
એક કાકીએ કહ્યું : રોજ જમતી વખતે આ પ્રભુકૃપા જ છે,_ _એનો અહેસાસ એટલે . . ._
*_” આનંદમ્ પરમ સુખમ “_*
એક કાકા બોલ્યા : વહેલી સવારે મૉર્નિંગ વૉક પર પાછળથી ધબ્બો મારી,_
_અલ્યા રસીકયા . . . કહી વર્ષો_ _પછી મળનાર જૂનો મિત્ર એટલે . . ._
*_” આનંદમ્ પરમ સુખમ “_*
_તો બીજા કાકાએ કહ્યું : સાસરે ગયેલી દીકરીની ખોટ પૂરી દેતી,_ _વહુનો મીઠો રણકો એટલે . . ._
*_” આનંદમ્ પરમ સુખમ “_*
એક દાદા બોલ્યા : પૌત્રના_ _સ્વરૂપમાં મળી જતો, એક નવો મિત્ર એટલે . . ._
*_” આનંદમ્ પરમ સુખમ “_*
એક યુવતી બોલી : ઓફિસેથી ઘરે પહોંચતાં જ, સાસુમાએ આપેલો પાણીનો ગ્લાસ એટલે . . ._
*_” આનંદમ્ પરમ સુખમ “_*
એક મહિલાએ કહ્યું : થાકી_ _ગયાં હોઈએ , ત્યારે વહાલથી_ _પતિનું કહેવું, કોઈ એક વસ્તુ બનાવ, ચાલશે, એટલે . . ._
*_” આનંદમ્ પરમ સુખમ “_*
_છેલ્લે છેલ્લે મેં કહ્યું :_
_તમારા જેવા મિત્રો સાથે, વાતો_ _કરતાં કરતાં જે આનંદ આવે એટલે . . ._
*_” આનંદમ્ પરમ સુખમ “_*
_આ બધાં_ *_” આનંદમ્ પરમ સુખમ “_* _ની વાતોમાં ક્યાંય *_પૈસા, મોંઘાં વસ્ત્રો કે દાગીના કે અન્ય કોઈ મોંઘીદાટ ચીજો_* _નથી, એ ધ્યાનથી જોજો અને આવી કેટલીયે_ *_” આનંદમ્ પરમ સુખમ “_* _ની ક્ષણો તમારી પાસે છે, એ તપાસી_ *_ઈશ્વર_*_નો આભાર ચોક્કસ માનજો_ .